Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દુનિયાના ખુશહાલ દેશોની રેકિંગમાં પાકિસ્તાનથી પણ ભારત પાછળ

નવીદિલ્હી,તા.૨૩: સંયુકત રાષ્ટ્  વિશ્વ ખુશહાલી રિપોર્ટમાં આ વર્ષ  ભારત ૧૪૦માં સ્થાન પર રહ્યંું છે જે ગત વર્ષની સરખામણીમાં સાત સ્થાન નીચે છે.ફિનલૈંડ સતત બીજા વર્ષે આ મામલામાં ટોચ પર રહ્યું છે.આ મામલામાં ભારત પડોસી દેશ પાકિસ્તાનથી પણ પાછળ રહી ગયું છે.સંયુકત રાષ્ટ્ર સતત વિકાસ સમાધાન નેટવર્કે આ રિપોર્ટ જારી કર્યો છે.સંયુકત રાષ્ટ્ર મહાસભાએ ૨૦૧૨-માં ૨૦ માર્ચે વિશ્વ ખુશહાલી દિવસ જાહેર કર્યો હતો સંયુકત રાષ્ટ્રની આ યાદી છ કારકો પર નક્કી થાય છે તેમાં આવક,આરોગ્ય જીવનશૈલી સામાજિક સપોર્ટ વસ્તી વિશ્વાસ અને ઉદારતા સામેલ છે.

રિપોર્ટ અનુસાર ગત કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વ ખુશહાલીમાં ઘટાડો આવ્યો છે જે મોટાભાગે ભારતમાં સતત ઘટાડાથી વધ્યો છે.ભારત ૨૦૧૮માં આ મામલામાં ૧૩૩માં સ્થાન પર હતું જયારે આ વર્ષે ૧૪૦માં સ્થાન પર રહ્યું છે સંયુકત રાષ્ટ્રની સાતમી વાર્ષિક વિશ્વ ખુશહાલી રિપોર્ટ જે દુનિયાના ૧૫૬ દેશોને તેના આધાર પર રૈંક કરેછે કે તેના નાગરિક ખુદને કેટલા ખુશ અનુભવી રહ્યાં છે.તેમાં એ વાત પર પણ ધ્યાન આપવામાં આવે છે કે ચિંતા ઉદાસી અને ક્રોધ સહિત નકારાત્મક ભાવનાઓમાં વધારો  થયો છે.

ફિનલૈંડને સતત બીજા વર્ષે દુનિયાના સૌથી ખુશહાલ દેશ માનવામાં આવ્યો છે.ત્યારબાદ ડેનમાર્ક,નોર્વે,આઇસલૈંડ અને નેધરલૈંડનું સ્થાન છે.રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ૬૭માં,બાંગ્લાદેશ ૧૨૫માં અને ચીન ૯૩માં સ્થાન પર છે. યુધ્ધગ્રસ્ત દક્ષિણ સુડાનના લોકો પોતાના જીવનથી સૌથી વધુ નાખુશ છે. ત્યારબાદ મધ્ય આફ્રિકી ગણરાજય  ૧૫૫.અફગાનિસ્તાન ૧૫૪,તંજાનિયા ૧૫૩,રંવાંડા ૧૫૨ પર છે.દુનિયાના સૌથી અમીર દેશોમાંથી એક હોવા છતાં અમેરિકા ખુશહાલીના મામલામાં ૧૯માં સ્થાન પર છે

(3:33 pm IST)