Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

૨૦૦૦ કરોડ રૂપિયાના ડિવિડન્ડ અનકલેઇમ્ડ

રોકાણકારો કઇ રીતે મેળવી શકે આ રકમ?

નવીદિલ્હી, તા.૨૩: રોકાણકારો પોતાના રોકાણ બાદ એની કાળજી લેવામાં કે એના પર ધ્યાન રાખવામાં કેટલા બેદરકાર કે અશિસ્તબદ્ધ રહે છે એનો એક નકકર પુરાવો છે. સરકાર પાસે જમા થયેલું અનકલેઇમ્ડ ડિવિડન્ડ(દાવા કર્યા વિનાનું ડિવિડન્ડ). એક અભ્યાસ મુજબ સરકાર પાસે આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનું ઇનકલેઇમ્ડ ડિવિડન્ડ પડ્યું છે જે ઇન્વેસ્ટર એજયુકેશન એન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી પાસે જમા રહે છે. આવાં ડિવિડન્ડ કલેઇમ ન કરનારા ઇન્વેસ્ટરોની સંખ્યા અંદાજિત ૨૫ લાખ જેટલી છે. સરકારી આધિકારીના જણાવ્યાનુસાર જેમણે ડિવિડન્ડ કલેઇમ ન કર્યુ હોય એમની રકમ સરકાર પાસે જમા થાય છે. જે માટે રોકાણકારો દાવો નોંધાવી શકે છે.

કોના વધુ કિસ્સા

મોટા ભાગે જેમણે પોતાના શેર ફિઝિકલ સ્વરૂપે રાખ્યા છે તેમને કેસમાં અનકલેઇમ્ડ ડિવિડન્ડનું પ્રમાણ વધુ હોવાનું નોંધાયું છે. આવા દાવાની રકમ લાખોમાં પણ હોવાનું જાણવા મળે છે. અનેક કિસ્સામાં સ્વર્ગવાલી શેરધારકોની શેર તેમના વારસદારોને ટ્રાન્સફર કરાયા નથી. આમ તો સેબી લાંબા સમયથી ફિઝિકલ શેરને ફરજિયાત ડીમેટ સ્વરૂપમાં ફેરવવા જણાવે છે. આ માટે સેબીએ ડેડલાઇન પણ નકકી કરી હતી અને પછી તે મુદત વધારી પણ આપી હતી. આ મુદત હવે ૩૧ માર્ચ સુધીની છેે.

આ વિષયના જાણકાર સાધન કહે છે કે મોટો ભાગના કેસોમાં શરે ટ્રાન્સફર નહીં થયા હોવાથી ડિવિડન્ડ માટે દાવો કરી શકતા નથી. ઘણા કેસોમાં શેર સર્ટિફિકેટ જ ગુમ થઇ ગયા છે. આ દાવો કઇ રીતે કરવાએ વિશે પણ રોકણકારોમાં પૂરતી જાગૃતિ કે સમજ નથી.

શુ ઉપાય છે?

આ વિષયમાં નિષ્ણાતો જણાવે છે એ મુજબ જેમણે પોતાના હકકના ડિવિડન્ડ માટો દાવો કરવો છે. તેમણે IEPFAની વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મ ભરવાનું રહે છે. આ માટે ઇન્ડેમ્નિટી બોન્ડ ભરવા ઉપરાંત જરૂરી પુરાવા પણ સુપરત કરવાના રહે છે. જો આ બધું યોગ્ય હોય તો ઓથોરિટી તેમનું ડિવિડન્ડ સાચા હકકદારને ઇલેકટ્રોનિકલી જમા કરવી દે છે.

કઇ કંપનીઓમાં વધુ રકમ

જે કંપનીઓનાં ડિવિડન્ડ માટે કલેઇમ થયા નથી એવી કંપનીઓમાં આમ તો ઘણાં નામ છે કિંતુ કેટલાંક અગ્રણી નામોમાં  નામોમાં ભારતી એરટેલ, હીરો મોટાકોર્પ, આઇટીસી, ઓએેનજીસી, બજાજ ઓટો વગેરેનો સમાવેશ થાય છે. જેમનાં ડિવિડન્ડની રકમ લાખો કરોડોમાં દાવા વિનાની પડી છે.(૨૨.૬)

(11:33 am IST)