Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કર્ણાટકમાં ઓલા કેબ પર છ મહિના પ્રતિબંધ : સરકારે લાયસન્સ કર્યું કેન્સલ

 

બેંગ્લુરુ :કર્ણાટકમાં ઓલા કેબ પર પ્રતિબંધ મુકાયો છે કર્ણાટક  ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે Ola કેબનું લાયસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક સુત્રએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે આગામી મહિના માટે આખા રાજ્યમાં ઓલા કેબ ઉપર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે

 

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે તેણે ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી એગ્રીગેટર્સ રુલ્સ (2016)નો ભંગ કર્યો છે. આથી અમે લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યોછે

 

આધિકારિક ઓર્ડરના પ્રમાણે લાયસન્સને એટલા માટે કેન્સલ કરવામાં આવ્યું છે કારણ કે Ola કેબે ટૂ-વ્હિલર સર્વિસની શરુઆત કરી દીધી હતી. પણ તેમણે મોટરબાઇક સર્વિસ ચલાવવાની પરમિટ મળી હતી. આપેલા ઓર્ડરમાં લખ્યું હતું કે અમને વાતની જાણકારી મળી છે કે ઓલાએ મોટરબાઈક સર્વિસની શરુઆત કરી છે. વાતની જાણકારી મળ્યા પછી અમે તેની તપાસ કરી હતી અને જાણ થઈ હતી કે ઓલા ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ છે. પહેલા તેને લઈને એક Ani Technologies Pvt Ltd (Ola)ને એક નોટિસ જારી કરી હતી અને એક સપ્તાહની અંદર જવાબ આપવા કહ્યું છે.
ઓલાના અધિકારીઓએ આની ઉપર લેખિતમાં જવાબ આપી દીધો છે પણ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જવાબ સંતોષકારક લાગ્યો નથીતેને લઈને ઓર્ડરમાં લખ્યું છે કે સ્પષ્ટીકરણ પર્યાપ્ત હતું તેથી વિભાગ કાર્યવાહી શરુ કરી રહ્યું છે અને પરમિટ રદ કરી રહ્યું છે. આગામી મહિના સુધી ઓલા કેબને કર્ણાટરના રસ્તાઓ ઉપર ચાલવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે

(1:40 am IST)
  • દેશના નવા નૌકાદળના વડા વાઈસ એડમીરલ કરમવીરસિંઘ : મોદી સરકારે દેશના હવે પછીના નૌકાદળના વડા તરીકે વાઈસ એડમીરલ સુનિલ લાંબાની જગ્યાએ વાઈસ એડમીરલ કરમવીરસિંઘની વરણી કરી છે access_time 4:02 pm IST

  • ખુમાનસિંહ ચૌહાણની કોંગ્રેસમાં વાપસી દેશનો યુવાન લાલચમાં ફસાયો છે મનદુઃખ થતા કોંગ્રેસ છોડી હતી : દેશની લોકશાહી અત્યારે ખતરામાં છેઃ કોંગ્રેસમાં ઘરવાપસી પર આનંદ છે : એજન્સીઓનો મોટો દુરૂપયોગ : કોંગ્રેસમાં ફરી પૂર્વવત સક્રિય થશે : ખુમાનસિંહ ચૌહાણ સાવલી - વડોદરાના છે access_time 5:32 pm IST

  • આઈપીએલના સ્ટેન્ડ બાય ખેલાડી પ્રશાંત તિવારી પર ગાજીયાબાદમાં જીવલેણ હુમલો access_time 3:18 pm IST