Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

૧૫ મે એ વધુ સુનાવણી

રાહુલ ગાંધીને માનહાનિ કેસ મામલે રાહત

રાહુલે ૨૦૧૪માં થાણેમાં ભિવંડીમાં એક ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આરએસએસનો હાથ ગણાવ્યો હતો. આના પર આરએસએસના સ્થાનીય પદાધિકારી રાજેશ કુંતેએ રાહુલની વિરુદ્ઘ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો.

મેજિસ્ટ્રેટ જેવી પાલીવાલની સામે શનિવારે સુનવણી દરમિયાન રાહુલના વકીલ નારાયણે ઐય્યરે જણાવ્યું કોવિડ ૧૯ પ્રતિબંધોના ચાલતા કોંગ્રેસ નેતા પ્રવાસ નહીં કરી શકે. જેથી તેમને સુનવણીમાંથી છુટ આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને છુટની પરવાનગી આપી દીધી છે.

ત્યારે કુંતેના વકીલ પીપી જયવંતે સાક્ષ્યના રુપમાં પ્રસ્તુત કરવામાં આવેલા દસ્તાવેજોને પરવાનગી આપવાથી સંબંધિત આ મામલામાં બોમ્બે હાઈકોર્ટના દાખલ એક અરજીના હવાલો આપતા મોહલતની માંગ કરી છે.

જો કે મજિસ્ટ્રેટે કહ્યું કે હાઈકોર્ટે નીચલી અદાલતની સામે કાર્યવાહીપર પ્રતિબંધ લગાવવાનો આદેશ નથીં આપ્યો. જયવંતે મોહલતની માંગ કરી જેને કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે ૧૫ મે સુધી સુનવણીને સ્થગિત કરતા ફરિયાદીને એ જ દિવસે નિવેદન દાખલ કરાવવાનો આદેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે પોતાના સાંસદીય વિસ્તાર વાયનાડનો પ્રવાસે પહોંચ્યા છે. અહીં રાહુલ ગાંધી ટ્રેકટર રેલીમાં ભાગ લેના ગયા છે. રવિવારે ગાંધી કાલીકટ એરપોર્ટ પહોંચ્યા હતા. કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલનો આ પ્રવાસ ઘણો મહત્વનો છે.

(11:44 am IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST