Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કેજરીવાલ પહેલીથી ભૂખ હડતાલ ઉપર જવા તૈયાર

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે માંગઃ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે નહીં ત્યાં સુધી ભૂખ હડતાલ

નવી દિલ્હી,તા.૨૩: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટેની માંગ સાથે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે. શનિવારના દિવસે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ પહેલી માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે ભૂખ હડતાલ કરશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા માટે અમે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ભૂખ હડતાલ એ વખત સુધી ચાલશે જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે નહીં. દિલ્હીના મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં લોકશાહી અમલી છે પરંતુ દિલ્હીમાં આવું નથી. પ્રજા મત આપે છે અને સરકારની પસંદગી કરે છે પરંતુ સરકારની પાસે કોઈપણ સત્તા નથી. જેથી અમે પહેલી માર્ચના દિવસથી હડતાલ કરવા જઈ રહ્યા છીએ.

(9:24 pm IST)