Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પુલવામાં હુમલામાં ઉપયોગ થયેલી ગાડી અંગે થયા અનેક ખુલાસાઓ

NIAને હાથ લાગ્યા અનેક પુરાવા : ગાડી ૨૦૧૦-૧૧માં બની હતી અને બીજીવાર કલર કરાઇ હતી

શ્રીનગર તા. ૨૩ : જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની તપાસ કરી રહેલી એજન્સીઓને આત્મઘાતી હુમલા માટે ઉપયોગમાં લેવાયેલી કારને લઇ અગત્યનો સુરાગ મળ્યો છે. NIA દ્વારા ઘટનાસ્થળ પરથી મળેલી કારના ભાગનો મારૂતિના અધિકારીઓ દ્વારા અભ્યાસ કરતા ખબર પડી કે આ ૨૦૧૦-૧૧ના મોડલ મારૂતિ ઇકો કારનું હતું જેને થોડાંક સમય પહેલાં જ ફરીથી કલરકામ કરાયું હતું. ૧૪મી ફેબ્રુઆરીના રોજ સુરક્ષાબળોના કાફલા પર વિસ્ફોટક ભરેલી કારમાંથી આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા.

પુલવામા હુમલાની તપાસ કરી રહેલી એજન્સીઓને આતંકીઓ દ્વારા પ્રયોગમાં લેવાયેલી કારને લઇ જે અગત્યના સુરાગ હાથ લાગ્યા છે તેને ચકાસણી કરાઇ રહી છે. આપને જણાવી દઇએ કે NIAના અધિકારીઓના એક પક્ષે શુક્રવારના રોજ ઘટનાસ્થળ પર પહોંચી કેટલાંક સેમ્પલ એકત્રિત કર્યા હતા. અધિકારીઓના મતે આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેને અવશેષ ૧૫૦-૨૦૦ મીટર દૂર રહેણાંક વિસ્તાર સુધી ફેલાયો હતો.

ઘટનાસ્થળ પરથી એક જરકન અને નંબર અંકિત ધાતુનો ટુકડો મળ્યો છે. આ જરકન ૨૦-૨૫ લીટરનો હતો. જેમાં ૩૦ કિલોગ્રામ આરડીએકસ પેક કરી આઇઇડી બોમ્બ બનાવીને કારમાં મૂકાયો હતો. પ્રત્યદર્શીઓના મતે આ કાર લાલ રંગની હતી. આ સિવાય કારના શોકરનો હિસ્સો પણ મળ્યો છે. તેના પરથી એ ભાળ મેળવવાની કોશિષ ચાલી રહી છે કે કાર કયારની બની છે અને તેને કયારે વેચવામાં આવી છે.

એજન્સીઓ કાશ્મીરમાં પાછલા દિવસોમાં કાર ચોરીને લઇ થયેલ એફઆઇઆરનો ડેટા પણ ખંગોળી રહી છે. આ સિવાય તપાસ દળને એ વાત પર પણ શંકા છે કે બની શકે કે કાર કોઇ અન્ય રાજયમાંથી ચોરેલી અથવા તો પછી ચોરી જ ના હોય.. જો કાર ચોરીની ના નીકળી તો તપાસ દળને વિશ્વાસ છે કે આ કારના માલિક સુધી પહોંચી શકાય છે.  જૈશ એ વીડિયો રજૂ કરી આત્મઘાતી હુમલાની ઓળખ પુલવામાના કાકપોરાના રહેવાસી આદિલ અહમદ ડારની કહેવાતી હતી. NIAની ટીમ ટૂંક સમયમાં જ આદિલના પરિવારને મળી ડીએનએ સેમ્પલ લેશે. તેને ઘટનાસ્થળથી એકત્ર કરાયેલ સેમ્પલ સાથે મેચ કરાશે જેથી કરીને જૈશના દાવાઓની પુષ્ટિ કરી શકાય.(૨૧.૨૦)

(3:23 pm IST)