Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પહેલી ટ્રેનના કારણે બીજી ટ્રેન છૂટી જશે તો પાછા મળશે ટિકિટના નાણાં

રિફંડના નિયમોમાં મહત્વના બદલાવ કરવાની તૈયારીમાં છેઃ ભારતીય રેલવેના નવા નિયમ ૧ એપ્રિલથી લાગુ થશે

નવી દિલ્હી, તા.૨૩: એરલાઇન્સની જેમ રેલવે પણ એક જ યાત્રા દરમિયાન એક પછી બીજી ટ્રેન દ્વારા મુસાફરી કરવાની સ્થિતિમાં હવે સંયુકત પેસેન્જર નેમ રેકોર્ડ PNR બનાવશે. આ નવા નિયમ બાદ મુસાફરોને પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન છૂટી જતાં વગર કોઇ ચાર્જે આગળનું સફર રદ કરવાની પરવાનગી આપશે.

ભારતીય રેલવે આરસીટીસી PNR લિંકિંગ અને રિફંડના નિયમોમાં મહત્વના બદલાવ કરવાની તૈયારીમાં છે. રેલવે મુસાફરો માટે ટિકિટ રદ કર્યા પછી રિફન્ડ સિસ્ટમમાં નવો બદલાવ હશે.

રેલવે મંત્રાલય તરફથી જાહેર કરાયેલા સકર્યુલર પ્રમાણે, હવે મુસાફરોના બે PNR એક યાત્રા દરમિયાન સાથે લિંક થઇ શકશે. હવે મુસાફરોને આઇઆરસીટીસી ઇ ટિકિટ અને પીઆરએસ કાઉન્ટર ટિકિટ બન્ને એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યાર સુધી બે પીએનઆર એક સાથે લિંક ન થવાને કારણે ટ્રેન છૂટી જતાં રિફન્ડ મળતું ન હતું.

ભારતીય રેલવેના નવા નિયમ ૧ એપ્રિલથી લાગુ થશે. આ નવા નિયમ પ્રમાણે જો બે ટિકિટ એક સાથે લિંક થાય તો એક ટ્રેન મોડી પડે અને બીજી ટ્રેન છૂટી જતાં માત્ર પહેલી ટ્રેનના જ નાણાં કપાશે. બીજી ટ્રેનના નાણાં રિફન્ડ કરવામાં આવશે.

PNR અને રિફન્ડ મામલે થશે આ ફેરફાર

- બન્ને પીએનઆર પર મુસાફરના નામનું ડિસ્ક્રિપ્શન સરખું હોવું જોઇએ.

- નવી પીએનઆર લિંકિંગ પોલિસી દરેક કલાસ માટે સરખી હશે.

- જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચે અને જે સ્ટેશનથી બીજી ટ્રેન પકડવાની છે, ટિકિટ માત્ર એ સ્ટેશન પર રદ થઇ શકશે.

- પહેલી અને બીજી ટ્રેનના સ્ટેશન સરખા હોવા જોઇએ.(૨૩.૮)

(3:20 pm IST)