Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મનાલીમાં ભારે હિમવર્ષાઃ જનજીવન અને વાહન વ્યવહાર ઠપ્પ

મનાલી : ફરી એક વાર ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે.  હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા મેદાની વિસ્તારમાં ઠંડીનો ચમકારો આંશિક વધ્યો છે. મેદાની વિસ્તારમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા થતા જનજીવન ઠપ્પ થયું છે. મનાલીમાં ઠેર-ઠેર બરફના થર જામતા વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે.

ભારે હિમવર્ષા બાદ અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો છે. કેટલાક સ્થળોએ મુસાફરો સહિત વાહન ચાલકો પણ ફસાયા છે. શહેરના અનેક વિસ્તારમાં માત્ર બરફ જ નજરે પડી રહ્યો છે. જયારે રસ્તા પર બરફના થર જામતા તંત્ર દ્વારા પણ બરફ હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(૧.૩૨)

(3:15 pm IST)