Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આસામમાં ૮ સંગઠનોના ૬૪૪ ઉગ્રવાદીઓએ કર્યુ આત્મસમર્પણ

આસામના વિકાસની મુખ્ય ધારામાં પરત આવ્યાઃ શાંતિ વગર પ્રગતિ સંભવ નથી

આસામમાં ઉગ્રવાદીઓએ સરેન્ડર કરવાની સૌથી મોટી ઘટનાઓમાંથી એકમાં ગુરુવારના ૬૪૪ ઉગ્રવાદીઓએ ઔપચારિક રીતે હથિયાર મુકી દીધા. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં આયોજીત એક કાર્યક્રમમાં આઠ ઉગ્રવાદી સંગઠનો ઉલ્ફા(આઇ), એનડીએફબી, આરએનએલએફ, કેએલઓ, ભાકપા( માઓવાદી) એનએસએલએ, એડીએફ તથા એનએલએલબીના સમર્પણ વાળા સદસ્ય હવે મુખ્ય ધારામા઼ સામેલ થઇ ગયા છે.

અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું લોકો ખુશ છે કે તમે આસામના વિકાસની મુખ્યધારામાં પરત આવ્યા છો તમે લોકતંત્રમાં વિશ્વાસ રાખવાવાળાએાએ પ્રેરીત કર્યા છે.

એમણે કહ્યું કે હજુ પણ ( મુખ્ય ધારાથી) બહાર રહેલ લોકોથી તે અપીલ કરે છે કે આગળ આવી ભારતને મજબૂત બનાવવા માટે કામ કરો. શાંતિ વગર પ્રગતિ સંભવ નથી. જે દેશોમાં શાંતિ છે તે બધા ક્ષત્રોમાં સારી પ્રગતિ કરી રહ્યા છે આપણે પણ તે કરવાનું છે.

સોનેવાલએ કહ્યું કે સરકાર સમર્પણ કરનારા ઉગ્રવાદીઓના પુનર્વાસ માટે પોતાના સંવૈધાનિક દાયિત્વોનું રક્ષણ કરશે અને લોકો હાલની સરકારી યોજનાઓ નો લાભ લઇ શકે.

(10:39 pm IST)