Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પ્રધાન મંત્રી બાલ પુરસ્કાર મેળવનારો પહેલો મોટર સ્પોર્ટસ પર્સન બન્યો યશ આરાધ્ય

 નવી દિલ્હી :  બેન્ગલોરનો યશ આરાધ્ય પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારો પહેલો મોટર સ્પોર્ટ્સ પર્સન બન્યો છે. રાષ્ટ્રપતિભવનમાં યોજાવેલા એક સમારંભામાં તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ પુરસ્કારઆપવામાં આવ્યો હતો. ૧૮થી ઓછી ઉંમર ધરાવતાં બાળકોએકરેલા અસાધારણ પ્રદશન બદલ તેમને પ્રધાન મંત્રી રાષ્ટ્રીયરો બાલ પુરસ્કાર આપવામાં આવે છે. યશ અત્યાર સુધીમાં ૧૩વખત ચમ્પિયનશિપ ટાઇટલ જીત્યો છે, જયારે ૬૫ પોડિયમપૂરા કરવા સહિત ૧૨ અવોડ્સ તેના નામે બોલે છે. યશ સાથે અન્ય ૪૯ બાળકો ર૬ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનેમળશે અને ગણતંત્ર દિનની પરેડમાં ભાગ લેશે. યશે આ એવોર્ડરાષ્ટ્રપતિના હસ્તે અવોર્ડ સ્વીકાર્યા બાદ યશ આરાધ્ય મેળવ્યા બાદ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનો આભાર માન્યો હતો.

(3:55 pm IST)