Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

૩૬ માસથી વધુ સમય-વધુ રિસ્ક એપેટાઇટ ધરાવતા લોકો ક્રેડિટ રિસ્ક ફંડ તરફ જઇ શકે છે

એકસ્ટ્રા રીટર્ન પોટેન્શીયલ માટે આ ફંડમાં ફાળવણી શ્રેષ્ઠઃ યુસુફી લક્ષ્મીધર

મુંબઇ, તા.૨૩: મોટા ભાગની ડેબ્ટ MF કેટેગરી રિસ્ક નકારવા વાળા રોકાણકારો માટે હોય છે, ત્યાં એક એવી પ્રોડકટ અસ્તિત્વમાં છે જે રોકાણકારો માટે ઓછા મૂલ્યની હોઈ શકે છે અને નજીવા જોખમ લેવા તૈયાર હોય છે. બદલામાં, તેઓ સંભવિત ફાયદાકારક વળતર મેળવી શકે છે જે તમામ ડેબ્ટ MF કેટેગરી સામે ટકી રહ્યું છે. ક્રેડિટ રિસ્ક ફંડની દુનિયામાં આપનું સ્વાગત છે. ક્રેડિટ રિસ્ક ફંડના સ્વાભાવિક ફાયદાઓને લીધે, યોગ્ય રોકાણકારો તેમના પોર્ટફોલિયોના ડેબ્ટ કમ્પોનન્ટને ચોક્કસ આકાર આપવા માટે આ પ્રોડકટ માટે તેમના એલોકેશનમાં વધારો કરી શકે છે.

ક્રેડિટ રિસ્ક ફંડ મુખ્યત્વે AA અને તેનાથી નીચે રેટ કરેલા કોર્પોરેટ બોન્ડ્સના રોકાણ દ્વારા આવક ઉત્પન્ન કરે છે. આવક, સેફટી અને લીકવીડીટીના ઓપ્ટીમમ બેલેન્સને જાળવી રાખીને તેઓ આ કામ કરે છે. મીડ-ટર્મ સેવિંગ્સ જોઈ રહ્યા હોય તેવા રોકાણકારો માટે ક્રેડિટ રિસ્ક ફંડ્સમાં આવશ્યકપણે રોકાણકારને ૩-૪ વર્ષ સુધી રોકાણ કરવાનું રહે છે. આથી ડેબ્ટ ફંડ્સ માટે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન ટેકસ સ્ટ્રકચરનો ઉપયોગ કરવાની દ્રષ્ટિએ રોકાણકારોને ટેકસ-એફીશીયન્શીનો લાભ મળે છે, પણ ક્રેડિટ રિસ્ક બેટ્સથી ધીરજ રાખવા માટે ફંડ મેનેજરને પણ મદદ મળે છે.

ક્રેડિટ રિસ્ક ફંડ્સનું નિરીક્ષણ કરતા ફંડ્સ મેનેજરો પ્રચલિત માઇક્રોઇકોનોમિક અને મેક્રોઇકોનોમિક સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓએ ક્રેડિટ સીન પર ઓપીનીયન બનાવવો પડશે. તેઓ એવા સેકટરના એકસપોઝરમાં આવવાનો નિર્ણય કરે છે જે કરંટ માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા નથી.

૩૬ મહિનાથી વધુ સમય અને વધુ રિસ્ક એપેટાઈટ ધરાવતા રોકાણકારો ક્રેડિટ રિસ્ક ફંડ્સ માટે જઈ શકે છે. તમારા ટાઈમ હોરાઈઝન અને ફાઈનાન્શિયલ ગોલ્સને ધ્યાનમાં લો કારણ કે ફંડની મેચ્યોરીટી પ્રોફાઇલ તમારા ટાઈમ હોરાઈઝન સાથે સુસંગત હોવી જોઈએ. વ્યાજ દર અને ક્રેડિટ રેટિંગ સાયકલ્સમાં ખૂબ જ વિશ્વાસપાત્ર ટ્રેક રેકોર્ડ સાથે તમારા ઇન્વેસ્ટમેન્ટ હવાલે કરો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ક્રેડિટ રિસ્ક ફંડ એ એક એવું ફંડ છે જેણે રીટર્ન પેદા કરવાના મામલામાં માત્ર સારું પ્રદર્શન જ નથી કર્યું પરંતુ સફળતાપૂર્વક પોતાને ખરાબ ડેબ્ટ પેપર્સથી દૂર રાખ્યો છે.

(10:20 am IST)