Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાહુલ ગાંધીને બોમ્બે હાઇકોર્ટની રાહત : બદનક્ષીની ફરિયાદ પરની સુનાવણી 20 ડિસેમ્બર, 2021 સુધી સ્થગિત કરી : મોદીને ' કમાન્ડર ઇન થીફ' ગણાવ્યા હતા

મુંબઈ : રાહુલ ગાંધીને બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ કોર્ટ સમક્ષ માનહાનિની કાર્યવાહી 20 ડિસેમ્બર, 2021 સુધી સ્થગિત કરી છે .

બોમ્બે હાઇકોર્ટ જસ્ટિસ એસકે શિંદેએ ગિરગાંવ ખાતેની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને બીજેપી નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફરિયાદ પર સુનાવણી સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નામદાર કોર્ટે સોમવારે આદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય દ્વારા કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી માનહાનિની ફરિયાદમાં સુનાવણી 20 ડિસેમ્બર, 2021 સુધી ટાળવામાં આવે.

જસ્ટિસ એસકે શિંદેએ મહેશ હુકુમચંદ શ્રીશ્રીમલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ફરિયાદને રદ કરવાની માંગ કરતી ગાંધીની અરજી પર આ આદેશ આપ્યો હતો. ફરિયાદ રદ કરવા અંગે સુનાવણી શરૂ થાય તે પહેલા ફરિયાદી તરફથી એડવોકેટ રોહન મહાડીકે હાજર રહીને ગાંધીની અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.

28 ઓગસ્ટ, 2019 ના રોજ શ્રીશ્રીમલની ફરિયાદના આધારે ગિરગાંવ ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ગાંધી તરફથી હાજર રહેલા એડવોકેટ સુદીપ પાસબોલાએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે ગાંધીને 25 નવેમ્બર, 2021ના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને જો મુલતવી રાખવાની મંજૂરી આપવામાં આવી રહી હોય તો અમુક પ્રકારનું રક્ષણ મળવું જોઈએ.
જ્યારે મહાડિકે પડકાર હેઠળના આદેશ તરફ ધ્યાન દોરવાનું શરૂ કર્યું, ત્યારે જસ્ટિસ શિંદેએ વળતો જવાબ આપ્યો, "તમે દલીલ કરો અથવા તમે જવાબ દાખલ કરવા માટે સમય લો. તમે બંને કરી શકતા નથી."

જ્યારે મહાડિકે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો, ત્યારે જસ્ટિસ શિંદેએ મેજિસ્ટ્રેટ કોર્ટને 20 ડિસેમ્બર, 2021 સુધી કાર્યવાહી સ્થગિત કરવાના નિર્દેશ આપ્યા.

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધી "મોદી વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો કરી રહ્યા હતા અને તેમને 'કમાન્ડર ઇન થીફ' કહીને ભાજપના તમામ સભ્યો અને મોદી સાથે જોડાયેલા ભારતીય નાગરિકો સામે ચોરીનો સીધો આરોપ લગાવ્યો હતો".

વધુમાં, ગાંધીએ એ પણ રજૂઆત કરી હતી કે ફરિયાદી પાસે ફરિયાદ દાખલ કરવા માટે કોઈ સ્થાન નથી કારણ કે બદનક્ષી ફક્ત તે વ્યક્તિ દ્વારા જ શરૂ કરી શકાય છે જેને બદનક્ષી કરવામાં આવી છે અને હાલનો કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 499 ના અપવાદોમાં આવે છે.

ગાંધીએ મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા માટે પ્રાર્થના કરી. વચગાળામાં તેણે કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:22 pm IST)