Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ઓસ્ટ્રેલિયામાં ડિસે.થી રસીકરણવાળા વિસાધારકો માટે પ્રવેશની મંજૂરી

સિડની, તા.૨૨: ઓસ્ટ્રેલિયા ડિસેમ્બરના પ્રારંભથી અરજી કર્યા વગરના સંપૂર્ણ રીતે રસી લીધેલા વિદેશી વિસાધારકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે, એમ વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું. તેમણે કહ્યું હતું આંતરરાષ્ટ્રીય પ્રવાસને શરૂ કરવા માટે વધુ પગલાં લેવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા આવતા મહિનાના પ્રારંભથી જાપાન અને દક્ષિણ કોરિયાના રસી લીધેલા નાગરિકોને આવકારશે. ઓસ્ટ્રેલિયાએ સિડની, મેલબોર્ન જેવાં મોટા શહેરોમાં પ્રવેશના નિયમોમાં છૂટછાટ આપતાં આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટો માટે અને પરત ફરનારા સ્થાનિક નાગરિકો માટે પહેલી નવેમ્બરથી દેશની સરહદો ખોલી હતી.

ઓસ્ટ્રેલિયાએ મે, ૨૦૨૦માં કોરોના રોગચાળાના પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય સમીઓ બંધ કરી હતી અને માત્ર સ્થાનિક નાગરિકોને પ્રવેશવાની છૂટ આપી હતી. ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં પ્રતિ વર્ષ આશરે ૩૫ અબજ ડોલર (૨૫ અબજ ડોલર) મૂલ્યના વિદેશી વિદ્યાર્થીઓના વાપસીથી શિક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન હશે. ઓસ્ટ્રેલિયાની કેટલીય મોટી યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓ પર નિર્ભર થઈ ગઈ છે અને સીમા બંધ હોવાને કારણે સેંકડો કર્મચારીઓની છટણી કરવા માટે કેટલીય ઊંચી શિક્ષણની સુવિધાઓ છે.

ઓસ્ટ્રેલિયામાં વિદેશી પરિવારના સભ્યોના પ્રવેશ કરવાની મંજૂરી માટે હાલના સપ્તાહોમાં નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી. મોરિસને કહ્યું હતું કે પહેલી ડિસેમ્બરથી રસીકરણવાળા વિદ્યાર્થીઓ, વ્યાવસાયિક વિસાધારકો અને શરણાર્થીઓને પ્રવેશવાની મંજૂરી આપશે.

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ કોરોના સંક્રમણ વિકટોરિયા રાજયમાં સામે આવ્યા છે. અહીં સોમવારે ૧૦૨૯ કેસો નોંધવામાં આવ્યા હતા. સિડનીના ન્યુ સાઉથ વેલ્સમાં ૧૮૦ કેસો નોંધાયા હતા.

(4:51 pm IST)