Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

આજના યુવાનોએ જાણવા જેવુ ઈતિહાસનું એક પાનુ ૧૦૦ વર્ષ પહેલા ગુલામ ભારતના બોમ્બેમાં થયેલા દંગા ભારતીય ઈતિહાસના દંગામાં સૌથી અલગ હતા

જ્યારે હિન્દુઓ અને મુસ્લિમોએ સાથે મળી દંગા કર્યા !

મુંબઈ, તા. ૨૨ :. ૧૦૦ વર્ષ પહેલા ગુલામ ભારતના બોમ્બેમાં ભારતીય ઈતિહાસના સૌથી અલગ પ્રકારના દંગાઓ થયા હતા. આ દંગામાં હિન્દુઓ અને મુસલમાન એકબીજાના સામે નહિ પરંતુ એક સાથે મળી લડયા હતા. બોમ્બેના આ દંગા ૧૯૨૧ના નવેમ્બરમાં થયા હતા. પ્રિન્સ ઓફ વેલ્સ દંગાના નામથી ઓળખાયેલા આ દંગાને હવે ભુલાવી દેવાયા છે. આજના વખતમાં જ્યારે દેશ ધાર્મિકવાડાઓમાં, ધાર્મિક અસહિષ્ણુતા અને બહુસંખ્યકવાદમાં લપેટાયો છે ત્યારે આ દંગા દેશને મહત્વનો સબક શિખવી જાય છે.

અસહયોગ આંદોલન

વખતે આ દંગા થયા

હિંસાની એ ઘટનાઓમાં આઝાદીની લડાઈના એક હિરો, ભાવિ બ્રિટીશ સમ્રાટ અને પતનશીલ તૂર્ક સુલતાન કયાંકને કયાંક સામેલ હતા. સાથોસાથ કેટલીયે વિચારધારાઓ અને લક્ષ્ય જેમ કે સ્વરાજ, સ્વદેશી (આર્થિક આત્મનિર્ભરતા), બહિષ્કાર અને પૈન-ઈસ્લામિઝમને પણ આનુ કારણ બતાવાયુ હતું. બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ (એડવર્ડ આઠમા) નવેમ્બર ૧૯૨૧માં ખૂબ ખરાબ સમયમાં ભારતમાં પોતાના શાહી સામ્રાજ્યના પ્રવાસ ઉપર આવ્યા હતા. દેશમાં એ વખતે મહાત્મા ગાંધીનું અસહયોગ આંદોલન ચરમસીમા ઉપર હતુ. બ્રિટનના શાસન માટે એ આંદોલન ૧૮૫૭ના વિદ્રોહ પછી સૌથી મોટો ખતરો હતું.

હિન્દુ-મુસ્લિમ એકતાની વકીલાત કરતા ગાંધી ભારતના મુસલમાનોના નેતૃત્વમાં લડાઈ રહેલા ખિલાફત આંદોલનમાં સામેલ થઈ ગયા હતા. આ આંદોલનના સમર્થકોની ચિંતા હતી કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઓટોમન સામ્રાજ્યની હાર પછી બ્રિટન ત્યાંના સુલતાનને પદ ઉપરથી હટાવી દેશે. ખરેખર આ લોકો સુલતાનને ઈસ્લામના વૈધ ખલીફા માનતા હતા. સાંપ્રદાયીક એકતાના એક અનોખા દોરમાં હિન્દુઓ અને મુસલમાનોની એકતા થઈ ગઈ હતી અને આ એકતામાં બાકી અલ્પસંખ્યક સમુદાયીઓ જેવા કે ઈસાઈ, શીખ, પારસી અને યહુદીઓમાં બહુસંખ્યક સમુદાયોના વર્ચસ્વને લઈને ભયનો ભાવ પેદા થયો હતો. જો કે ગાંધીએ કહ્યુ હતુ કે અલ્પસંખ્યક સમુદાયોને ડરવાની કોઈ જરૂર નથી. હિન્દુ-મુસ્લિમ સમજુતીનો એવો મતલબ નથી કે મોટા સમુદાયો નાના સમુદાયો ઉપર આવી થઈ જશે.

(3:30 pm IST)