Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમરાવતી શહેર આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની બનશે : 2020 ની સાલમાં પાસ થયેલું 3-રાજધાની અંગેનું બિલ રદ કરવામાં આવશે : હાલમાં રાજ્યમાં વિશાખાપટ્ટનમ .અમરાવતી, અને કુર્નૂલ એમ ત્રણ રાજધાની છે તેને બદલે એક રાજધાની રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય : ટૂંક સમયમાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિધાનસભામાં ઘોષણાં કરશે તેવી હાઇકોર્ટ સમક્ષ રજુઆત



અમરાવતી : તાજેતરમાં આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારે હાઈકોર્ટને રજુઆત કરતા જણાવ્યું છે કે અમરાવતી શહેર આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની બનશે હાલમાં રાજ્યમાં વિશાખાપટ્ટનમ .અમરાવતી, અને કુર્નૂલ એમ ત્રણ રાજધાની છે તેને બદલે એક રાજધાની રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંગે ટૂંક સમયમાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિધાનસભામાં ઘોષણાં કરશે.

આંધ્ર પ્રદેશ સરકારે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટને જાણ કરી છે કે રાજ્ય માટે ત્રણ વહીવટી રાજધાની રાખવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવી રહ્યો છે. અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની રહેશે, આંધ્ર પ્રદેશના એડવોકેટ જનરલ સુબ્રમણ્યમ શ્રીરામે સોમવારે હાઇકોર્ટને જણાવ્યું હતું. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ટૂંક સમયમાં આ અંગે વિધાનસભામાં જાહેરાત કરશે, એવું જાણવા મળ્યું છે.

આ રીતે રાજ્ય આંધ્ર પ્રદેશના વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોના સમાવેશક વિકાસ બિલ, અને 2020, અને એપી કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (રિપીલ) બિલ, 2020 ને રદ કરશે. જેને જુલાઈ 2020 માં રાજ્યપાલની સંમતિ મળી હતી . જેમાં નક્કી કરાયું હતું કે રાજ્યને તેની જરૂરિયાતો માટે ત્રણ રાજધાની મળવી જોઈએ જે મુજબ વિશાખાપટ્ટનમ ખાતે કાર્યકારી રાજધાની, અમરાવતી ખાતે વિધાનસભાની રાજધાની અને કુર્નૂલ ખાતે ન્યાયિક રાજધાની હોવી જોઈએ.

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ આ બિલો સામેના પડકારોની સુનાવણી કરી રહી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:07 pm IST)