Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ

સરકારી ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 18માં દિવસે કોઈ ફેરફાર કર્યો નથી

નવી દિલ્હી :  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવાર(22 નવેમ્બર)ના રોજ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 18માં દિવસે કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદથી રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઘણા રાજ્યોમાં વેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે ફેરફાર સાથેના લાગુ કરાઈ છે .

(11:56 am IST)