Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સરકાર એમટીએનએલ, બીએસએનએલની રૂ. ૯૭૦ કરોડની સંપતિ વેચશે

હૈદરાબાદ, ચંડીગઢ, ભાવનગર અને કોલકાતા ખાતેની સંપતિ વેચવા માટે કાઢવામાં આવી

નવી દિલ્હી,તા. ૨૨:સરકારે વેચવા કાઢેલી એમટીએનએલ અને બીએસએનએલની અંદાજે રૂ. ૯૭૦ કરોડની સંપત્ત્િ।ની યાદી દિપમ વેબસાઇટ પર અપલોડ કરાઇ હતી.

બીએસએનએલની અંદાજે રૂ. ૬૬૦ કરોડનાં રિઝર્વ ભાવ સાથે  હૈદરાબાદ, ચંડીગઢ, ભાવનગર અને કોલકાતા ખાતેની સંપત્ત્િ। વેચવા માટે કાઢવામાં આવી છે.

ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (દિપમ)ની વેબસાઇટ પર એમટીએનએલની મુંબઇનાં ગોરેગાવ ખાતેની વાસરી હિલ ખાતેની રૂ. ૩૧૦ કરોડનાં રિઝર્વ ભાવ સાથેની સંપત્ત્િ। વેચવા કાઢી છે.

આ સાથે એમટીએનએલના ઓશિવારા ખાતેના ૨૦ ફ્લેટ રૂ. ૫૨.૨૬ લાખથી રૂ. ૧.૫૯ કરોડના રિઝર્વ ભાવ સાથે વેચવા કઢાયા છે.

એમટીએનએલ માટેની ઇ-લીલામી ૧૪મી ડિસેમ્બરે કરવામાં આવશે.

રૂ. ૬૯૦૦૦ કરોડનાં એમટીએનએલ અને બીએસએનએલના નવીનીકરણની અસેટ મોનિટાઇઝેશન યોજનાને સરકારે ઓકટોબર ૨૦૧૯માં મંજૂરી આપી હતી.

બંને સરકારી કંપનીએ ૨૦૨૨ સુધીમાં રૂ. ૩૭,૫૦૦ કરોડની સંપત્ત્િ।ની ઓળખ કરીને મોનિટાઇઝ કરવાની છે.

(11:29 am IST)