Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ભારત-રશિયા સાથે મળીને પરમાણુ હથિયારો બનાવી રહ્યાં છે

કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં દાવો : જૂન ૨૦૧૯ અને સપ્ટેમ્બર ૨૦૨૦માં મેક ૬ નું પણ સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, તા.૨૨: ચીન દ્રારા હાઈપરસોનિક મિસાઈલોના પરીક્ષણના મીડિયા રિપોર્ટસ બાદ અમેરિકાન કોંગ્રેસે તેના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ભારત પણ પસંદગીના દેશોમાં સામેલ છે. જે હાઈપરસોનિક હથિયારો વિકસાવી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા, રશિયા, ચીન પાસે સૌથી અદ્યતન હાઈપરસોનિક હથિયારોના કાર્યક્રમો છે.

જ્યારે ઓસ્ટ્રેલિયા, ભારત, ફ્રાન્સ, જર્મની અને જાપાન પણ તે દેશોમાં સામેલ  છે. જેઓ હાઈપરસોનિક ટેકનોલોજી વિકસાવી રહ્યાં છે. કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસનો આ રિપોર્ટ ત્યારે સામે આવ્યો છે. જ્યારે તાજેતરમાં જ ચીને હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કરીને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને ચોંકાવી દીધી હતી. રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે,ભારત રશિયા સાથે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જયારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને પરમાણું હથિયારો બનાવી રહ્યાં છે. ત્યારે ભારત અને રશિયા પણ તેના પર સાથે કામ કરી રહ્યાં છે. બને દેશોએ મેક-૭ હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ-૨માં એકબીજાને ટેકો આપ્યો છે. અગાઉ બ્રહ્મોસ-૨નું કામ ૨૦૧૭માં પૂર્ણ થવાનું હતું. પરંતુ નવા રિપોર્ટ મુજબ તે ૨૦૨૫ થી ૨૦૨૮ની વચ્ચે તૈયાર થઈ જશે.

કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,ભારત  હાઈપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામ હેઠળ બમણી ક્ષમતાની સ્વદેશી હાઈપસોનિક મિસાઈલ વિકસાવી રહ્યુ છે. અને જૂન ૨૦૧૯ અને સપ્ટેમ્બર ૨૦૨૦માં મેક ૬નું પણ સફળ પરીક્ષણ કર્યું છે. યુએસ કોંગ્રેસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાસે ૧૨ હાઇપરસોનિક ટનલ છે, જે મેક -૧૩ સુધીની ઝડપનું પરીક્ષણ કરવા સક્ષમ છે.

(2:58 pm IST)