Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

CAA વિરોધી ભાષણમાં કોમી તનાવ ફેલાવવાના આરોપી શરજીલ ઈમામના જામીન દિલ્હી કોર્ટે ફગાવ્યા :13 ડિસેમ્બર 2019 ના રોજ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં કરેલું ઉદબોધન કોમી તનાવ પેદા કરનારું અને સમાજની શાંતિ ડહોળનારૂ હતું

ન્યુદિલ્હી : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થી  તથા CAA વિરોધી ભાષણમાં કોમી તનાવ ફેલાવવાના આરોપી શરજીલ ઈમામના જામીન દિલ્હી કોર્ટે ફગાવ્યાછે.તેના ઉપર રાજદ્રોહનો આરોપ છે.

અધિક સત્ર ન્યાયાધીશ અનુજ અગ્રવાલે જણાવ્યું હતું કે, 13 મી ડિસેમ્બર, 2019 ના રોજ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ઈમામ દ્વારા આપવામાં આવેલ ભાષણ સ્પષ્ટ રીતે કોમી/વિભાજન લાઈનો પર હતું જે સમાજમાં શાંતિ અને સંવાદિતાને અસર કરી શકે છે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે મુક્ત બંધારણ અને અભિવ્યક્તિનો મૂળભૂત અધિકાર આપણા બંધારણમાં ઉચ્ચ સ્થાને મુકવામાં આવ્યો છે, પરંતુ સમાજની સાંપ્રદાયિક શાંતિ અને સંવાદિતાની કિંમતે તેનો ઉપયોગ કરી શકાતો નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(2:05 pm IST)