Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જાહેર જગ્યાઓ ઉપર તથા સરકારી પ્રોજેક્ટોમાં મુકાયેલા રાજકીય નેતાઓના ફોટાઓ હટાવો : વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવા કરાયેલી જાહેર હિતની અરજી મામલે કર્ણાટક હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

બેંગલૂરુ : જાહેર જગ્યાઓ ઉપર તથા સરકારી પ્રોજેક્ટોમાં મુકાયેલા રાજકીય નેતાઓના ફોટાઓ હટાવવા તથા ગેરકાયદે હોર્ડિંગ્સ તાત્કાલિક દૃર કરવા કર્ણાટક હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સચિન શંકર મગદુમની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

એટલું જ નહીં ભવિષ્યમાં પણ આવા ગેરકાયદે હોર્ડિંગ્સ ,તથા જાહેર જગ્યાઓ ઉપર મુકવામાં આવતા સરકારી પ્રોજેક્ટોમાં રાજકીય આગેવાનોના ફોટાઓ નહીં મુકવાનો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાનો નિર્દેશ કર્યો છે.જે મુજબ સરકારી જાહેરાતોમાં પણ અધિકારીઓના તથા રાજકીય આગેવાનોના ફોટાઓ મુકવા ઉપર પ્રતિબંધ છે.

એચએમ વેંકટેશ નામક એક નાગરિક દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેમાં વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોરો દૂર કરવા માંગણી કરાઈ હતી.

જેની  સુનાવણી કરતી વખતે, રાજ્ય સરકાર દ્વારા કર્ણાટક હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે રાજ્યએ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવા માટે પહેલેથી જ વિવિધ પગલાં લીધા છે અને કર્ણાટક સરકાર, શહેરી વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં BBMP સહિત રાજ્યની તમામ વૈધાનિક સંસ્થાઓને આવા તમામ અનધિકૃત હોર્ડિંગ્સ દૂર કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)