Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઉત્તરાખંડમાં આપત્તિને કારણે પ્રવાસન ઠપ્પઃ પ્રવાસીઓએ બુકિંગ કર્યા કેન્સલઃ ૧૦૦ કરોડથી વધુનું નુકસાન

આ વખતે હોટલ અને રેસ્ટોરન્ટના વેપારીઓ ઓકટોબરમાં સારા બિઝનેસની અપેક્ષા રાખતા હતા પરંતુ આ દુર્ઘટનાએ પ્રવાસન વ્યવસાયની કમર તોડી નાખી છે

દેહરાદુન, તા.૨૨: ઉત્તરાખંડમાં, આ ઋતુમાં પ્રવાસીઓ વધુ જોવા માટે આવે છે, પરંતુ આ વખતે રાજયમાં થયેલી હોનારતને કારણે કુમાઉ વિભાગમાં પ્રવાસન વ્યવસાય અટકી ગયો છે. અત્યાર સુધી કુમાઉં વિભાગમાં પ્રવાસન ઉદ્યોગને ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ વખતે, બંગાળી સિઝન શરૂ થતાં જ રાજયમાં આપત્ત્િ। આવી. આ કારણોસર, જે સ્થળો પર પ્રવાસીઓ આ સિઝનમાં સૌથી વધુ આવે છે. તે જગ્યાઓ હવે ખાલી પડી છે અને પ્રવાસન વ્યવસાય સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

કુમાઉની ખીણોનો આનંદ માણવા અહીં આવેલા પ્રવાસીઓ પણ ભૂસ્ખલન અને તૂટેલા રસ્તાઓ જોયા બાદ પરત ફર્યા છે. નૈનીતાલ, અલમોડા, પિથોરાગઢ, ચંપાવત, બાગેશ્વર, મુનસિયારી સહિત આસપાસના તમામ વિસ્તારો લગભગ ખાલી છે. પ્રવાસન ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ કુમાઉ વિભાગમાં ૫૦૦૦ થી વધુ નાના અને મોટા હોટેલ રિસોર્ટ છે જયાં હજારો લોકોને રોજગારી મળી છે. સ્થિતિ એ છે કે નવેમ્બર સુધી કરવામાં આવેલ એડવાન્સ બુકિંગ પણ હવે રદ થઈ રહ્યું છે.

અવિરત વરસાદને કારણે, એવી દ્યણી જગ્યાઓ હતી જયાં પ્રવાસીઓ અટવાયા હતા, પરંતુ પ્રવાસન વિભાગ દાવો કરે છે કે પ્રવાસીઓ કોઈ પણ સ્થળે ફસાયા નથી. જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારી લતા બિષ્ટ કહે છે કે જિલ્લામાં ત્રણ પ્રવાસન સ્થળો ટનકપુર, ચંપાવત અને લોહાદ્યાટની સુરક્ષા દિવાલ અને અન્ય કેટલાક નુકસાન થયા છે. નુકસાન સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ નુકસાન અંદાજે દસ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ વખતે હોટલ અને રેસ્ટોરન્ટના વેપારીઓ ઓકટોબરમાં સારા બિઝનેસની અપેક્ષા રાખતા હતા પરંતુ આ દુર્દ્યટનાએ પ્રવાસન વ્યવસાયની કમર તોડી નાખી છે. ઉદ્યોગપતિઓ કુમાઉમાં ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે, જયારે પિથોરાગઢ જિલ્લામાં જ પ્રવાસન વ્યવસાયને ત્રણ કરોડથી વધુનું નુકસાન થયું છે. એક કરોડ કુમાઉં મંડળ વિકાસ નિગમના છે અને લગભગ બે કરોડ પિથોરાગઢ અને તેની આસપાસના ખાનગી હોટલ અને રેસ્ટોરન્ટ્સના છે.

કુદરતી આપત્ત્િ। પહેલા, માત્ર નૈનિતાલ જ નહીં પણ ભીમતાલ ભવાલી, રામગઢ મુકતેશ્વરથી કૌસાની સુધી ૯૦ ટકા હોટલો બુક થઈ ગઈ હતી, પરંતુ દુર્ઘટના બાદ પ્રવાસીઓએ બુકિંગ પણ રદ કરી દીધું હતું. તેના કારણે પ્રવાસન વ્યવસાયને ઘણું નુકસાન થયું છે.

(10:19 am IST)