Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સૌથી લાંબા લોકડાઉનનો અંત

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ૨૬૨ દિવસના બંધન પછી હવે મળી આઝાદી...

મેલબોર્ન,તા. ૨૨: ઓસ્ટ્રેલિયાના શહેર મેબલોર્નના રહેવાસીઓને ૨૬૨ દિવસના લાંબા બંધન પછી લોકડાઉનમાંથી આંશિક મુકતી મળી છે. કોરોનાને કાબુમાં રાખવા દરેક દેશોએ પોતાના નીતિ-નિયમો પ્રમાણે લોકડાઉન લાગુ કર્યું હતું. પરંતુ સમયે સમયે તેમાં છૂટ આપી હતી. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરે સતત ૨૬૨ દિવસ સુધી કડક લોકડાઉન લાગુ રાખ્યુ હતુ. ગઇ કાલે મધરાત એટલે કે ૧૧-૫૯ કલાકથી આ લોકડાઉન હળવું થઈ ચૂકયુ છે. લોકોને છૂટ મળી છે, પરંતુ શરતોને આધીન. એટલે કે રેસ્ટોરાં-પબ વગેરેમાં અંદર મહત્ત્।મ ૨૦ વ્યકિત, જયારે આઉટડોર ફેસિલિટીમાં ૫૦ વ્યકિત ભેગા થઈ શકશે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરે આજર્િેન્ટનાના બ્યુઓનેસ એરિસનો રેકોર્ડ તોડ્યો છે. બ્યુએનેસમાં સતત ૨૩૪ દિવસ લોકડાઉન રહ્યું હતું.

લોકડાઉનનો લાભ એ થયો કે દ્યણા અગ્રણી દેશોમાં કેસોની સંખ્યા ખુબ વધી ત્યારે ઓસ્ટ્રેલિયામાં કેસોની સંખ્યા દોઢ લાખ જેટલી જ રહી હતી. મોતની સંખ્યા પણ ઓસ્ટ્રેલિયા ૧૬૦૦થી ઓછી રાખી શકયું છે. કડક લોકડાઉનને કારણે ઓસ્ટ્રેલિયા એ સારુ પરિણામ મેળવી શકયું છે. લોકડાઉન ખુલવાની જાહેરાત થતાં જ લોકો બાલ્કનીમાં આવીને નાચવા લાગ્યા હતા. ૭૦ ટકાથી વધારે રસીકરણ થયા પછી સરકાર નિયંત્રણો ઉઠાવવા સહમત થઈ હતી.

પબ, રેસ્ટોરાં, વગેરે ખુલવાની સૂચનાથી સામગ્રીનો એડવાન્સ ઓર્ડર નોંધાવા લાગ્યો છે. આઠ મહિના કરતા વધુ સમયથી દ્યરમાં જકડાયેલા લોકો હવે છૂટ્યા પછી મોટા પાયે ખર્ચ કરશે. એ પહોંચી વળવા માટે ઓસ્ટ્રેલિયાના દુકાનદારો, વેપારી, ઉત્પાદકો તૈયારી કરી રહ્યા છે. જરૂરી સામગ્રીનો સ્ટોક થવા લાગ્યો છે. જોકે બધી દુકાનોને ખુલવાની છૂટ મળી નથી. પાર્સલ આપી શકાય એવી દુકાનો ખુલવાની છૂટ મળી ગઈ છે. એ ઉપરાંત પણ દ્યણી બિઝનેસ સર્વિસને શરતોને આધીન છૂટ અપાઈ છે. અત્યાર સુધી કરફ્યુ હતો, તેની વિસ્તાર મર્યાદા વધારી દેવાઈ છે. એટલે હવે મેલબોર્નવાસીઓ શહેરથી ૧૫ કિલોમીટર સુધીના વિસ્તારમાં ફરી શકશે. અન્ય શહેરોની સફર પર તો હજુ પ્રતિબંધ છે જ.

(9:57 am IST)