Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કિસ્મત રેપ જેવું છે, રોકી ન શકો તો મજા લ્યો : કોંગી સાંસદની પત્નીની પોસ્ટ

કોચી, તા. રર : કેરળમાં કોંગ્રેસના સાંસદ હિબી ઈડનની પત્નીએ બળાત્કાર જેવા દ્યૃણાસ્પદ ગુનાના ભારોભાર વખાણ કર્યા હતાં. જેને લઈને સોશિયલ મીડિયા પર તેમનો બરાબરનો ઉધડો લીધો હતો. સાંસદ હિબી ઈડનની પત્ની અન્ના લિંડા ઈડને લખેલી એક પોસ્ટમાં કિસ્મતની સરખામણી બળાત્કાર સાથે કરે હતી.

તેમણે લખ્યું હતું કે, કિસ્મત રેપ જેવી હોય છે. જો તમે તેને રોકી નથી શકતા, તો તેનો આનંદ લો. જોકે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચતા ગણતરીના કલાકોમાં જ તેમણે આ પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી.

કોંગ્રેસ સાંસદની પત્ની અન્ના લિંડા ઈડને ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. જેનું કેપ્શન હતું – ભાગ્ય બળાત્કારની માફક હોય છે, જો તમે તેનો વિરોધ ના કરી શકો તો તેનો આનંદ લેવાનો પ્રયાસ કરો. આ સાથે તેમણે બે નાની વીડિયો કિલપ પણ શેર કરી હતી. જે તેમના દ્યરમાં વરસાદનું પાણી દ્યુસી ગયા બાદ તેમના દિકરાઓ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એક વીડિયોમાં તે પોતે સિજ્જરનો આનંદ ઉઠાવતા નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે, હિબી ઈડન ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસની ટિકીટ પરથી અર્નાકુલમ લોકસભા બેઠક પરથી પહેલીવાર જીતીને સાંસદ બન્યા છે. આ વિસ્તાર કેરળમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

હિબીની પત્ની અન્ના મીડિયા સાથે સંકળાયેલી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા રહે છે.

(3:52 pm IST)