Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કાયદાના દાયરામાં ભાંગની ખેતીને મંજુરી આપવાની તૈયારી

જીવન રક્ષક દવાઓ અને કેટલાંક અન્ય ઉપચારો માટે ભાંગની ખેતીને કાયદાકીય રૂપ અપાશે

નવી દિલ્હી : ઉત્તરાખંડની માફક ર હવે હિમાચલમાં પણ પ્રદેશ સરકાર કાયદાના દાયરામાં ભાંગની ખેતીને મંજુરી આપવાની તૈયારીમાં છે. રાજ્ય કર એવં આબકારી વિભાગમાં આ નીતિ તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત જીવન રક્ષક દવાઓ અને કેટલાંક અન્ય ઉપચારો માટે ભાંગની ખેતીને કાયદાકીય રૂપ આપવામાં આવશે.

  ભાંગનો ઉપયોગ કોઈ પણ કિંમતે માત્ર નિર્ધારીત ઉત્પાદકો માટે કરવામાં આવે તેના માટે કડક પ્રાવધાન કરવામાં આવશે. અત્યારે આ નીતિ વિધિ વિભાગના વિચારાઘીન છે. માનવામાં આવી રહ્યું છે તે ત્યાંથી મંજુરી મળ્યા બાદ વિધાનસભા ચૂંટણી ખતમ થતાની સાથે તેને મંત્રિમંડળની સામે મુકવામાં આવશે. પ્રમુખ સચિવ આકબારી સંજય કુંડૂએ તેની પુષ્ટિ કરી છે.

  હકિકતે ગ્લોબલ ઈનવેસ્ટર મીટ માટે નિમંત્રણ વહેંચ્યાં દરમિયાન કેટલાંય દેશોના રાજદુતો અને વિદેશી રોકાણકારોએ હિમાચલમાં પેદા થનાર ભાંગની ગુણવત્તા પર મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ચર્ચા કરી હતી આ દરમિયાન તેમણે ભાંગના ભાગોથી કેન્સર જેવી બિમારી માટે બનનાર દવાઓની વાત કરી. રાજદુતો અને રોકાણકારોની આ દલીલોની વચ્ચે સરકારે ભાંગની ખેતીને કાયદાકીય રૂપ આપવાની વાત પર મંથન શરૂ કર્યું છે.

  જો કે હાલમાં ઉત્તરાખંડ સકરાકે ભાંગની ખેતીને કેટલાંક ખાસ ઉત્પાદકોના નિર્માણ માટે કાયદાકીય મંજુરી આપી છે, એવામાં પ્રદેશ સરકાર તે તર્ક પર દવાઓ સિવાય લગભગ 70 પ્રકારના ઉત્પાદકોના નિર્માણમાં આ ખેતીને સરકારી નિયંત્રણમાં કરવા ઈચ્છી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરમાં થનાર ગ્લોબલ ઈન્વેસ્ટર મીટ પહેલા થનાર મંત્રિમંડળની બેઠકમાં તેને પેશ કરવામાં આવશે જ્યાં મંત્રિમંડળ ચર્ચા બાદ તેના પર છેલ્લો નિર્ણય લેશે.

(12:09 pm IST)
  • " કમલેશ તિવારીને અમે મારી નાખ્યો ,હવે તારો વારો છે ": ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીને ધમકીપત્ર : પોલીસ તપાસ ચાલુ access_time 12:56 pm IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST

  • આંધ્રના નેલોરથી કાવેલી વચ્ચે ભારે વરસાદ પડશે : લો પ્રેસર પશ્ચિમને બદલે ઉત્તર તરફ આગળ વધ્યું છે. પરીણામે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં નેલોરથી કાવેલી સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. ચેન્નાઇમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે. બંગાળના અખાતથી સીસ્ટમ્સ આંધ્રના કાંઠે ભારે વરસાદ લાવશે. access_time 12:54 pm IST