Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

દેશમાં અપહરણ વધ્યા : હત્યાઓ ઘટી : દિલ્હી 'ક્રાઇમ કેપિટલ'

NCRBનો સનસનીખેજ રિપોર્ટ : જો કે લિંચિંગ-ખાપ-ધાર્મિક હત્યાઓના રિ૫ોર્ટમાં આંકડા નથી : હત્યાના કેસ યુપીમાં ઘટયા તો બિહારમાં વધ્યા : ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

નવી દિલ્હી, તા. રર : નેશનલ ક્રાઇમ બ્યુરો (એનસીઆરબી)એ એક વર્ષનું મોડું કર્યા પછી હવે ગઇકાલે ર૦૧૭ના આંકડાઓ બહાર પાડયા હતા. તેના અનુસાર દેશભરમાં ગુનાના પ૦ લાખ કેસ નોંધાયા, જે ર૦૧૬ કરતા ૩.૬ ટકા વધારે છે. આ દરમ્યાન ખૂનના કેસોમાં ૩.૬ ટકાનો ઘટાડો થયો છે. જયારે અપહરણના કેસ ૯ ટકા વધ્યા છે.

આંકડાઓ અનુસાર, ર૦૧૬માં ખૂનના ૩૦૪પ૦ કેસ નોંધાયા હતા, જયારે ર૦૧૭માં ર૮૬પ૩ કેસ હતા. અપહરણ અને ખંડણીના ૮૮૦૦૮ કેસ ર૦૧૬માં હતાં જે ર૦૧૭માં વધીને ૯પ૮૯૩ થઇ ગયા હતા. આવા કેસોમાં ૧,૦૦,પપપ લોકોને અસર થઇ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવનાર એનસીઆરબી ૧૯પ૪ સતત અપરાધનો રેકોર્ડ હેઠળ આવનાર એનસીઆરબી ૧૯પ૪ સતત અપરાધનો રેકોર્ડ જાહેર કરે છે. જો કે તેમાં લીંચિંગ, ખાપ, ધાર્મિક હત્યાઓના આંકડા નથી અપાયા.

આઇપીસી હેઠળ દેશભરમાં ૩૦,૬ર,પ૭૯ કેસ નોંધાયા હતાં, જયારે ર૦૧૬માં ર૯,૭પ,૭૧૧ કેસો હતા આમ લગભગ ૮૬૮૬૮ કેસ વધારે નોંધાયા છે. રાજયોની વાત કરીએ તો યુપી સૌથી ઉપર છે, ત્યાં ૩,૧૦,૦૮૪ કેસ નોંધાયા હતાં જે દેશભરના કેસના ૧૦.૧ ટકા છે. યુપી પછી મહારાષ્ટ્ર (૯.૪), મધ્યપ્રદેશ (૮.૮), કેરલ (૭.૭) અને દિલ્હી (૭.૬) છે.

દેશભરમાં નોંધાયેલ અપહરણના કુલ કેસમાંથી ર૦.૮ ટકા ફકત યુપીના છે. દેશના આ સૌથી મોટા રાજયમાં અપહરણના ૧પ૮૯૮ કેસ થયા હતાં જે ર૦૧૭માં ૪૦ર૩ કેસ વધીને ૧૯૯ર૧ થયા હતાં. યુપી પછી મહારાષ્ટ્ર (૧૩ર૪), બિહાર (૮૪૭૯), આસામ (૭૮પ૭), દિલ્હી (૬૦૯પ) આવે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અપહરણના કેસો ર૦૧૬માં ૬૬૧૯ હતાંં જે ર૦૧૭માં ઘટીને ૬૦૯પ થયા હતા.

બાળકો વિરૂદ્ધના અપરાધો ર૦૧૬માં ૧,૦૬,૯પ૮ હતાં જે ર૦૧૭માં લગભગ ર૮ ટકા વધીને ૧,ર૯,૦૩ર થયા હતાં. આ બાબતે યુપી નંબર-૧ ઉપર છે ત્યાં ર૦૧૬ની સરખામણીમાં આવા કેસો ૧૯ ટકા વધ્યા હતા. યુપીમાં ૧૯૧૪પ, મધ્યપ્રદેશમાં ૧૯૦૩૮, મહારાષ્ટ્રમાં ૧૬૯૧૮, દિલ્હીમાં ૭૮પર અને છત્તીસગઢમાં ૬પ૧૮ કેસ નોંધાયા હતાં.

અનસીઆરબીના આકડાઓ મુજબ, ર૦૧૭માં ખૂનના કુલ ર૮૬પ૩ કેસ નોંધાયા હતાં. યુપીમાં ર૦૧૬ની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. જયારે બિહારમાં આ આંકડો વધ્યો છે. જોકે તેમ છતાં ર૦૧૭માં ઉત્તરપ્રદેશ આ બાબતે ટોચ પર રહ્યું હતું. જયારે દિલ્હીમાં ખૂનના કેસ સૌથી વધુ નોંધાયા હતાં.

અનુસુચિત જનજાતિ વિરૂદ્ધ મોટા ભાગના રાજયોમાં ગુનો અને ઉત્પીડનના કેસો વધ્યા છે. આ લીસ્ટમાં ઉત્તરપ્રદેશ સૌથી ઉપર છે, જયારે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને પંજાબમાં ઘટાડો નોંધાયો છે. ર૦૧૭માં દેશમાં કુલ ૪૩ર૦૩ કેસ નોંધાયા છે.

એનસીઆરબીના આંકડાઓ અનુસાર, ર૦૧૭માં ભ્રષ્ટચાર અંગેના કુલ ૪૦૬ર કેસ નોંધાયા હતા, જેમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. જો કે સૌથી વધુ વધારો કર્ણાટકમાં થયો હતો. જયાં સિક્કીમ એક માત્ર એવું રાજય છે જયાં ભ્રષ્ટાચારનો એકપણ કેસ નથી નોંધાયો. જો આર્થિક ગુનાઓની વાત કરીએ તો ર૦૧૭માં કુલ ૧,૪૮,૯૭ર કેસો નોંધાયા હતા, જેમાં રાજસ્થાન ટોચ પર રહ્યું હતું, જયારે આર્થિક ગુનાઓમાં સૌથી વધારે વધારો તેલંગણામાં જોવા મળ્યો હતો.

એનસીઆરબી અનુસાર, દેશભરમાં સાઇબર ક્રાઇમના આંકડાઓ ઝડપભેર વધી ગયા છે. ર૦ ૧૬માં કુલ ૧ર૧૩૭ ગુનાઓ નોંધાયા હતા, જે ર૦૧૭માં ર૧૭૯૬ પર પહોંચી ગયા હતા. આર્થિક ગુનાઓમાં ઉત્તરપ્રદેશ (૪૯૭૧) કેસ સાથે પ્રથમ જયારે ત્યારબાદ મહારાષ્ટ્ર (૩૬૦૪), કર્ણાટક (૩૧૭૪), રાજસ્થાન ૧૩૦૪ અને તેલંગગાણા (૧ર૦૯) આવે છે.

(11:25 am IST)