Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પીળી સાડી વાળા મહિલા ચૂંટણી અધિકારી રીના દ્વિવેદી બૂથ પર સૌથીવધુ મતદાન થયું

પીળી સાડીવાળા મહિલા ચૂંટણી અધિકારીના બૂથ પર મતદાતાઓની લાંબી કતાર

 

લખનૌ:ગત લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન સોશિયલ મીડિયા પર એક પીળી સાડીમાં મહિલા ચૂંટણી અધિકારીની ફોટો વાયરલ થઇ હતી અને રાતોરાત તેઓ સોશિયલ મીડિયા સેલેબ્રિટી બની ગયા હતા.તેઓ લખનૌના પીડબલ્યુડી વિભાગમાં કામ કરે છે અને તેમનુ નામ રીના દ્વિવેદી છે.

વખતેની વિધાનસભા ચૂંટણીમાં રીના દ્વિવેદી લખનૌ કેન્ટ વિધાનસભા સીટ માટે થઇ રહેલા પેટાચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમની ડ્યૂટી કૃષ્ણ નગરના મહાનગર ઇન્ટર કોલેજમાં હતીપેટાચૂંટણીને લઇને મતદાતાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો,પરંતુ રીના દ્વિવેદીના પોલિંગ બૂથ પર લાંબી લાઇન લાગી હતી,

બપોર ત્રણ વાગ્યા સુધી પ્રાપ્ત માહિતી મુજબ અહી માત્ર 21 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે રીના દ્વિવેદીના પોલિંગ બૂથ પર 30 ટકા મતદાન થઇ ચૂક્યું હતું. પહેલા મહિલા અધિકારી રવિવારે રમાબાઇ મેદાનમાં પોતાના ઇવીએમ કિટ સાથે પહોંચ્યા ત્યારે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દરમિયાન લોકોએ તેમની સાથે સેલ્ફી લઇ રહ્યા હતા.

(1:12 am IST)