Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સના સ્પીકર તરીકેની રેસમાં ગુજરાતી મૂળના શ્રી શૈલેષ વારા : રાજા જેવો ઠાઠ અને પ્રાઈમ મિનિસ્ટર કરતા પણ વધુ પગાર ધરાવતા પદ માટે 9 ઉમેદવારો મેદાનમાં : 4 નવેમ્બરના રોજ ચૂંટણી

લંડન :  બ્રિટનમાં  હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકર તરીકેની રેસમાં ગુજરાતી મૂળના શ્રી શૈલેષ વારાએ ઝુકાવ્યું છે.રાજા જેવો ઠાઠ અને પ્રાઈમ મિનિસ્ટર કરતા પણ વધુ પગાર ધરાવતા  પદ માટે 9 ઉમેદવારો મેદાનમાં છે.જેમાં ભારતીય મૂળના ગુજરાતના વતની , બ્રિટિશ નાગરિક, શૈલેશ વારાનું નામ પણ છે.

શ્રી શૈલેશ વારા બ્રિટનની સત્તારૂઢ કન્જર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ છે. તે થેરેસા સરકાર દરમિયાન ઉત્તર આયરલેન્ડના રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

જો કે શૈલેશ વારા માટે આ સ્પીકર પદની ખુરશી મેળવવી આસાન નથી. આ પદ માટે તેમની સાથે 9 બીજા લોકો પણ હરિફાઈમાં છે. સંસદના નવા સ્પીકર માટે 4 નવેમ્બરે વોટિંગ થશે.

(8:07 pm IST)