Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

યુ.એસ.ના ટેકસાસ મેડીકલ બોર્ડમાં ૩ ઇન્ડિયન અમેરિકનની નિમણુંકઃ શ્રી અરૂણ અગરવાલ, ડો.સતીષ નાયક, તથા ડો.દેવીન્દર ભાટીયાએ સ્થાન મેળવ્યું

ટેકસાસઃ યુ.એસ.ના ટેકસાસ મેડીકલ બોર્ડમાં ગવર્નરે નિમણુંક આપેલ ૬ વ્યકિતઓમાં ૩ ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું છે.

આ ત્રણ ઇન્ડિયન અમેરિકનમાં શ્રી અરૂણ અગરવાલ, ડો.દેવીન્દર એસ.ભાટીયા, તથા ડો.સતીષ નાયકનો સમાવેશ થાય છે. જે પૈકી શ્રી અગરવાલ દલાસમાં સ્થાયી થયા છે. તથા ટેકસટાઇલ, કોટન અને રીઅલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલા છે. તથા ડો.ભાટીયા હયુસ્ટનમાં કાર્ડિયોવેસ્કયુલર સર્જન તરીકે સેવાઓ આપે છે. તથા ડો.નાયક એન્ડ્રયુમાં ફેમિલી ફીઝીશીઅન તથા ગાયનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છે.

(7:23 pm IST)