Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

MeToo બાદ હવે MenToo પુરૂષો ખોલશે પોલ

હવે પુરૂષો કરશે પોતાના શોષણની વાત : MeTooનો ખોટો યૂઝ કરનારને સજા થવી જોઇએ

નવી દિલ્હી તા. ૨૨ : #MeTooના તર્જ પર હવે પુરુષોએ મહિલાઓ દ્વારા થયેલા યૌન શોષણનો ખુલાસો કરવા માટે #ManToo અભિયાન શરૂ કર્યું છે. અહીં ૧૫ લોકોએ એક સમૂહે 'મેનટૂ' આંદોલનની શરૂઆત કરી છે. આ લોકોમાં ફ્રાન્સના એક પૂર્વ ડિપ્લોમેટ પણ શામેલ છે જેમને ૨૦૧૭માં શારીરિક શોષણના મુદ્દે કોર્ટે છોડી દીધા હતા. મેનટૂ આંદોલનની શરૂઆત શનિવાર બિન સરકારી સંગઠન 'ચિલ્ડ્રન્સ રાઈટ્સ ઈનિશિએટિવ ફોર શેયર્ડ પેરેન્ટિંગ (ક્રિસ્પ)એ કરી.' ક્રિસ્પના રાષ્ટ્રીય અધ્યક્ષ કુમાર વીએ કહ્યું કે, સમૂહ લૈગિંક તટસ્થ કાયદાઓ માટે લડશે. તેમણે માંગણી કરી કે, કે, મીટૂ અભિયાનઅંતર્ગત જૂઠા કેસ નોંધાવનારાઓને સજા મળવી જોઈએ. એવો ઉલ્લેખ કરતા કે, મીટૂ એક સારું આંદોલન છે તેમણે કહ્યું કે, જૂઠા આરોપ લગાવીને કોઈને ફસાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.

કુમારે કહ્યું કે, 'આ આંદોલનનું પરિણામ સમાજમાં ખૂબ મેહનતથી આગળ આવેલા લોકોના સન્માનને ધૂળધાણી કરવાના રૂપમાં નીકળ્યું છે.' પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મીટૂમાં જયાં પીડિતાઓ પહેલા થયેલા યૌન શોષણની વાત જણાવી રહી છે ત્યાં આનાથી ઉલટું મેનટૂ આંદોલનમાં તાજેતરની ઘટનાઓને ઉઠાવવામાં આવશે. મેનટૂમાં પીડિત સોશિયલ મીડિયા પર આવવાને બદલે કાયદાકીય કાર્યવાહીની મદદ લેશે.

આ પ્રસંગે હાજર ફ્રાન્સના પૂર્વ ડિપ્લોમેટ પાસ્કલ મજૂરિયરે કહ્યું કે, 'પુરુષો પાસે અસલી દુઃખ છે. તે પણ પીડિત છે પણ તે મહિલાઓ અને પોતાના દુરાચારિઓનો સામનો નથી કરી રહ્યાં.' તેમણે કહ્યું કે, 'આપણે મહિલાઓની સુરક્ષા માટે કાયદા બનાવીએ છીએ તે સારું છે પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે, પુરુષો પણ માનવતાનો અડધો હિસ્સો છે.'(૨૧.૧૧)

 

(10:35 am IST)