Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

આજે ફરી સોના ચાંદીના ભાવમાં નબળાઇ સોનું ૧૦ ગ્રામ રૂ. ૬૭ર ઘટીને પ૧૩ર૮ તો ચાંદીમાં પ્રતિ કિલો એ રૂ. પ૭૮૧ નો કડાકો બોલી ગયો

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વૈશ્વિક નબળા ટેન્ડને લીધે સતત બે દિવસથી સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી ગયાનું જાણવા મળેલ છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે નબળા વૈશ્વિક ટ્રેન્ડના લીધે સોના-ચાંદીના (bullion) ભાવમાં કડાકો બોલ્યો હતો. સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે 672 રૂપિયા ઘટીને 51,328 થયા છે. નબળા વૈશ્વિક ટ્રેન્ડના લીધે સોનાના (bullion) ભાવમાં કડાકો બોલ્યો છે. સોનુ અગાઉના સત્રમાં પ્રતિ દસ ગ્રામે 52,000 પર પર બંધ હતુ.

તેની સાથે-સાથે ચાંદીમાં (bullion) પણ મોટાપાયા પર વેચવાલી થતા તેનો ભાવ ગઈકાલના બંધ 67,387માં પ્રતિ કિલોગ્રામે 5,781 રૂપિયાનો કડાકો બોલ્યો હતો.

દિલ્હીમાં હાજર સોનામાં 24 કેરેટના સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 672 રૂપિયા જેટલો ઘટ્યો હતો. રૂપિયો ડોલર સામે 20 પૈસા ઘટ્યો હોવા છતાં પણ તેની સોના-ચાંદી પર અસર જોવા મળી હતી. આમ

આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો સોનાના (bullion) ભાવમાં પ્રતિ ઔંસ 1,900 ડોલર પર ટ્રેડ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ 26.12 ડોલર થયો હતો.

અન્ય એસેટ ક્લાસ ડોલર સામે મજબૂત રહેવાના લીધે સોનાના ભાવમાં ઘટાડો લંબાયો હતો. રોકાણકારોએ યુરોપ અને યુકેમાં વાઇરસના બીજા વેવના લીધે ડોલર તરફ દોટ લગાવતા સ્થિતિ નોંધાઈ હતી.

અમદાવાદમાં પણ સોનાના ભાવમાં ઘટાડો બોલ્યો હતો. 99.9 સોનાનો(bullion) ભાવ 51,500થી 52,500 થયો હતો. જ્યારે 99.5 સોનાનોભાવ 51,300થી 52,300 થયો હતો. હોલમાર્ક સોનાનો ભાવ 51,450 થયો હતો. ચાંદી ચોરસાનો ભાવ 58,000થી 60,000 થયો હતો. ચાંદી રૂપુનો ભાવ 57,800થી 59,800 થયો હતો. આમ લાંબા સમય પછી ચાંદીનો ભાવ નીચો આવ્યો હતો. રૂપિયો ડોલર સામે ઘટીને 73.48 પર બંધ આવ્યો હતો.

(10:25 pm IST)