Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સેંસેક્સમાં ૩૦૦, નિફ્ટીમાં ૯૬ પોઈન્ટનું મોટું ગાબડું

શેરબજારમાં સતત ઘટાડાનો દોર યથાવત રહ્યો : એલએન્ડટી, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીના શેર તૂટ્યા

મુંબઈ, તા. ૨૨ : એશિયાના અન્ય બજારોમાં નબળા વલણ વચ્ચે બીએસઈના ૩૦ શેરો વાળો બીએસઈ સેન્સેક્સ ૩૦૦.૦૬ પોઈન્ટ એટલે કે .૭૯ ટકા તૂટીને ૩૭,૭૩૪.૦૮ ના સ્તર પર બંધ થયો છે. રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૯૬.૯૦ પોઇન્ટ એટલે કે .૮૬ ટકા ઘટીને ૧૧,૧૫૩.૬૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં મારુતિ સૌથી વધુ નબળો રહ્યો હતો. કંપનીનો શેર લગભગ ટકા જેટલો નીચે હતો. સિવાય અન્ય મોટા શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે જેમાં એલએન્ડટી, ઇન્ડસઇન્ડ બેક્ન, એક્સિસ બેંક, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ અને એચડીએફસીનો સમાવેશ થાય છે. બીજી તરફ, નફાકારક શેરોમાં એચસીએલ ટેક, ટીસીએસ, સન ફાર્મા અને ટેક મહિન્દ્રા સામેલ છે.

ઇક્વિટી રિસર્ચના વડા આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ વધતા સંક્રમણને લીધે ફરી પ્રતિબંધની ચિંતા વચ્ચે વિશ્વના અન્ય મુખ્ય બજારો વેચવાલી તરફ દોરી ગયા હતા, જેને પગલે ભારતીય બજાર પણ તૂટ્યું હતું. કોવિડ -૧૯ ચેપના વધેલા કેસોને લીધે પહેલાથી નરમ પડેલી આર્થિક પરિસ્થિતિમાં પુનરોધ્ધારને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે બપોરના વેપારમાં ટૂંકા સમય માટે બજારમાં સુધારો જોવા મળ્યો હતો પરંતુ વિશ્વના અન્ય બજારોમાં સતત વેચવાલીને કારણે સ્થિતિ ટકી શકી નથી. વૈશ્વિક સ્તરે, અન્ય એશિયન બજારોમાં ચીનના શાંઘાઇ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સિયોલ નુકશાન સાથે  બંધ રહ્યા હતા. જો કે, યુરોપના મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં સકારાત્મક વલણ હતું. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૩૦ ટકાના વધારા સાથે  ૪૧.૯૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૨૦ પૈસા તૂટીને ૭૩.૫૮ ની સપાટીએ બંધ રહ્યો છે. મંગળવારે, સ્થાનિક શેરબજારમાં નકારાત્મક વલણને કારણે રૂપિયો ૨૦ પૈસા તૂટીને ૭૩.૫૮ (પ્રોવિઝનલ) સ્તર પર આવી ગયો છે.

ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો નબળા વલણ સાથે. ૭૩.૫૦ ની સપાટીએ ખુલ્યો હતો અને વધુ ઘટાડો દર્શાવતા અંતે  ૭૩..૫૮ ની સપાટીએ બંધ રહ્યો હતો, જે પાછલા બંધ ભાવ કરતા ૨૦ પૈસાના ઘટાડાને સૂચવે છે. સોમવારે ડોલર સામે રૂપિયો સાત પૈસા વધીને ૭૩.૩૮ ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન સ્થાનિક ચલણમાં યુએસ ડોલર સામે ૭૩.૩૮ ની ઊંચી સપાટી અને  ૭૩.૬૪ ની નીચી સપાટી જોવા મળી. દરમિયાન, મોટી કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ .૦૪ ટકા ઘટીને ૯૩.૬૧ પર બંધ રહ્યો. શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં શુધ્ધ વેચનારા હતા અને સોમવારે એકંદર ધોરણે રૂ. ૫૩...૮૧ કરોડના શેર વેચ્યા હતા. વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રન્ટ ક્રૂડ ફ્યુચર્સ .૬૫ ટકા વધીને. ૪૧.૭૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

(7:44 pm IST)