Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

બોલીવુડને હચમચાવનાર ડ્રગ્સ કનેશનમાં હવે ટોચની અભિનેત્રી દિયા મિર્ઝાનું નામ ખુલ્યું : ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ નામ ખોલ્યું : એનસીબી સમન્સ આપશે

મુંબઇઃ સુશાંતના મોત મામલા સાથે જોડાયેલા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યાં છે. હવે અભિનેત્રી દિયા મિર્જાનુ નામ આ કેસ સાથે જોડાઇ ગયુ છે. ડ્રગ્સ પેડલર અનુજ કેશવાનીએ દિયા મિર્જાનુ નામ લીધુ છે.

સુત્રો અનુસાર, કેશવાનીએ જણાવ્યુ કે દિયા મિર્જાની મેનેજર ડ્રગ્સ ખરીદતી હતી, આના સબૂતો પણ આપ્યા છે. હવે આ મામલે એનસીબી જલ્દી દિયા મિર્જાને પુછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના ટોપના સ્ટાર્સના નામ આવ્યા છે. નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરોએ બોલીવુડ સાથે જોડાયેલા લોકોના ડ્રગ્સના કથિત સેવન મામલે તપાસનો સિલસિલામાં તપાસ આગળ ધપાવી છે.

(5:48 pm IST)