Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વર્ક ફ્રોમ હોમથી કંટાળ્યા છો? તો એક રિસોર્ટ હવે દરિયા કિનારે વર્ક-સ્ટેશન ઓફર કરે છે

માલદીવ તા. રરઃ લગભગ છ મહિનાથી લાખો લોકો પોતપોતાના ઘરેથી કામ કરતા થઇ ગયા છે અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ડેવલપ થઇ રહ્યું છે. જોકે કોરોનાના ડરને કારણે સતત ઘરમાં રહીને કામ કરવાની આદત કેટલાકે કેળવી લીધી છે, પણ હવે કેટલાકને એમાંથી પણ થોડોક ચેન્જ જોઇએ છે. વર્ક ફ્રોમ હોમને કારણે ટ્રાવેલિંગ કરવાનું બંધ થઇ ગયું હોવાથી કેટલાકને હવે કંટાળો આવી રહ્યો છે. માલદીવ્સના એક રિસોર્ટ વર્ક ફ્રોમ હોમ માટે વર્કસ્ટેશન ઓફર કર્યું છે અને એ પણ દરિયાકિનારે. લોકો મોટા ભાગે રિસોર્ટમાં ફરવા માટે જાય છે, પણ ધ નેચરાલિસ્ટ નામના રિસોર્ટમાં તમે એક-બે વીક સુધી કામ કરવા માટે જઇ શકો છો. જયાં તમને દરિયાકિનારે મજાનું વર્કસ્ટેશન પ્રોવાઇડ કરવામાં આવશે. રોજ યોગા સેશન્સની સાથે એક પર્સનલ અટેન્ડન્ટ પણ છે. હા, કામના સમય પછી જો તમને સ્પામાં મસાજ કરાવવો હોય કે દરિયામાં સ્નોર્કેલિંગ કરવું હોય તો એ પણ સંભવ છે. સવારે અને સાંજે લકઝરી યોટ પર ફરવા પણ જઇ શકાય. અલબત્ત, આ વર્કસ્ટેશન ખિસ્સું ખાલી કરી દે એટલું મોંઘું છે. એક વીક માટે ૧૭,૯૪૯ પાઉન્ડ એટલે કે લગભગ ૧૭ લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે.

(11:38 am IST)