Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સનિષ્ઠ ભકત પરમાત્માને પ્રિય

જીવનમાં સંતુલન કેવી રીતે સ્થાપીત કરી શકાય? કેટલાક સત્યના અતિરેક પર ટકી જાય છે. પરંતુ કોઇપણ ચીજનો અતિરેક યોગ્ય નથી જીવન સંયમથી વધુ સંતુલન પર ટકેલુ હોવું જોઇએ.

વ્યકિતએ વાણીનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઇએ. જે વધારે પડતું બોલે છે તેના અન્ય વ્યકિતઓ સાથે સ઼બંધ બગડવાના ચાન્સ વધુ રહે છે. ઉપરાંત વધુ બોલનારા સમાજમાં માન ગુમાવે છે જેમ વધારે પડતો વરસાદ નુકશાન કરે છે તેમ વધુ પડતી વાણીની વર્ષા વ્યકિતને નુકશાન કરે છે. સમય અનુસાર વાણીનો પ્રયોગ કરવો જોઇએ.

જયારે આપણે સહ જ હોઇએ અને જીવનમાં સત્ય ઉતરી આવે ત્યારે સંતુલનનોબહુ વિવેક જરૂરી છે. જીવન સંયમથી વધુ સંતુલન પર ટકેલુ હોવું જોઇએ.

સંતુલન બને તો જ તમે સંઘર્ષ કરી શકો અને ત્યાર બાદ જ સફળતા સંભવ બને જયારે સફળતા મળી જાય તો સંકલ્પનો અર્થ બદલાઇ જાય છે.

ભકિતનો માર્ગ પ્રેમ માર્ગ છે. જેમાં માનવી પોતાના સમસ્ત કર્તવ્યો, સમસ્ત સંબંધો, સમસ્ત કામનાઓને અલગ રાખીને ઇશ્વર પ્રતિ સમર્પિત કરે છે અને ઇશ્વરનો જ આશ્રય લે છે અને સાચો, સંનિષ્ઠ ભકત પરમકૃપાળુ પરમાત્માને સર્વાધિક પ્રિય હોય છે.

સ્મરણ રાખો, જેઓ પરમાત્માના મિત્ર છે. તેઓને ભય નથી કે શોક નથી...! આ એવા છે કે જેઓ શ્રધ્ધા રાખે છે અને સંયમમાં રહે છે તેઓ માટે આ લોક કે પરલોકના જીવનમાં શુભ સંદેશ છે કે પરમાત્માની વાતો પરિવર્તીત થતી નથી  માટે હે શ્રધ્ધાવાનો ધીરજથી અને પ્રાર્થના પુર્વક પરમ કૃપાળુ પરમાત્માની સહાયતા માંગો તો નિઃસંદેહ ઇશ્વર ધીરજ રાખવા વાળા ભકતજનોની સાથે રહે છે.

જો તમને કોઇ કષ્ટ પહોંચે મુશ્કેલી થાય તો કહો કે અમે તો પરમકૃપાળુ પરમાત્માના જ છીએ. અને અમે તેમની પાસે જ પરત જવાના છીએ.

અને આવા ભકતજનો જ તેમના પ્રભુ પાસેથી દયા અને કૃપા પ્રાપ્ત કરે છે અને તેઓ યોગ્ય સાચા માર્ગે છે. આ સૃષ્ટિમાં પરમેશ્વરનો જ હુકમ ચાલે છે તેમના આદેશથી જ આ સૃષ્ટિ સાકાર થઇ છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:55 am IST)
  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • સ્ટેમ્પ ડયુટી-દસ્તાવેજ મુલ્યાંકન માટે પુન : ધમધમાટઃ ગ્રામ્ય લેવલે હાલ રપ૦૦ તો સીટી-૧માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ને ફટકારાતી નોટીસઃ ૬ મહિનામાં ૭૦ લાખની વસુલાત :સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર પુજા જોટાણીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાને કારણે ઠપ્પ થયેલ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કામગીરીનો ફરી ધમધમાટ શરૂ કરાયો છેઃ જસદણમાં કામગીરી નીલ કરી દેવાઇ છેઃ ગોંડલ-ધોરાજીમાં કામગીરી ચાલુઃ શ્રી પૂજા જોટાણીયા પાસે ગ્રામ્ય લેવલ (વિભાગ-૧)માં રપ૦૦ તો રાજકોટ સીટી-૧ માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ આસામીઓને ફટકારાતી નોટીસોઃ માત્ર ૬ મહિનામાં ૭૦ લાખથી વધુની વસુલાત access_time 3:04 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST