Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઇટલીમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનું ગ્રાન્ડ સેલિબ્રેશન

બોલીવુડના અનેક સિતારાઓ પહોંચ્યા :લેક કોમો લોમ્બાર્ડીમાં ગુલાબના ફૂલોનો વરસાદ

 

ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈનું ઈટલીમાં ગ્રાન્ડ સેલિબ્રેશન થઈ રહ્યું છે. જેમાં અંબાણી અને પીરામલ પરિવારનાં નજીકનાં મહેમાનો જોડાયા છે

  . વર્ષે આનંદે ઇશાને મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં પ્રપોઝ કર્યુ હતું. મેમાં એક અંગત સમારોહમાં બંને પરિવારોની હાજરમાં સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બોલિવૂડના અનેક સિતારાઓહાજર છે. જેમાં  પ્રિયંકા ચોપડા, નિક જોનાસ, અનિલ કપૂર, જૂહી ચાવલા, સોનમ કપૂર, આનંદ આહુજા અહીં પહોંચ્યા છે.

  ખાનગી સગાઇનો અેક વીડિયો બહાર આવ્યો છે. જેમાં ઇશા અંબાની અને આનંદ પીરામલ સ્ટેજ પર ઉભા છે અને ઇશા અને આનંદ ખૂબસુરત ઝીલ જોઈ રહ્યાં છે. સગાઈના કાર્યક્રમ દરમિયાન તેમની પર ગુલાબના ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે.

 સગાઈની તમામ રસમો ઇટલીના લેક કોમો લોમ્બાર્ડીમાં થઈ રહી છે. અંબાણી પરિવાર માટે સૌથી મોટો પ્રસંગ છે.

(9:24 pm IST)