Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બે ધારાસભ્યોની અપીલ પર તત્કાલ સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

નવી દિલ્હી કર્ણાટકમાં તાત્કાલિક ધોરણે ફ્લોર ટેસ્ટની માગ વાળી બે અપક્ષ ધારાસભ્યોની અપીલ પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. અપક્ષ ધારાસભ્યોની અપીલ પર કોર્ટ મંગળવારે ચુકાદો સંભળાવશે. આ દરમિયાન ફ્લોક ટેસ્ટ અગાઉ થોડા સમય પહેલા સ્પીકર કે આર રમેશ કુમારે ૧૪ બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં તેમની સભ્યતા રદ કરવામાં ન આવે તેનું કારણ જણાવવા માટે સ્પષ્ટતા નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.

બીજી તરફ સ્પીકર કે આર રમેશે કહ્યું કે મને વિશ્વાસ છે કે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા આજે જ પૂરી થઈ જશે અને સંસદ મતદાન માટે સંમત થઈ જશે. હું એકલો જ આ મામલે નિર્ણય કરી શકું તેમ નથી પરંતુ મને વિશ્વસ છે કે સરકાર આજે જ મતદાન કરાવવાના પોતાના વાયદાને નિભાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય ત્યાં સુધી આ મામલે ચર્ચા ચાલુ રાખવાની કોશિશ કરી શકે છે. (૨૪.૧૦)

(4:06 pm IST)