Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ન્યાય માટે ભટકતા દેશના રક્ષકોઃ સૈન્ય ટ્રીબ્યુનલમાં ૧૬૦૦૦ કેસ લટકી પડયા છે!

મધ્યપ્રદેશ-છગ પીઠ એક વર્ષથી બંધઃ દિલ્હીની ફુલ બેચમાં જ ૪પ૦૦ થી વધુ લશ્કરના મામલા

નવી દિલ્હી, તા., રરઃ સૈન્ય ટ્રીબ્યુનલ સૈનિકો અને તેના પરીવારજનોને નિર્ધારીત સમયગાળામાં ન્યાય અપાવવામાં નાકામ સાબીત થઇ રહયું છે. દેશમાં ૧૦ વર્ષ પહેલા બનેલા સૈન્ય ટ્રીબ્યુનલમાં ૧૬૦૦૦થી વધુ કેસ પેન્ડીંગ છે. સૌથી મોટી ચો઼કાવનારી વાત એ છે કે દેશભરમાં સ્થાપીત ૧૧ પીઠ (બેચ)માંથી માત્ર ૩ જ કાર્યરત છે. ફુલ બેચ  દિલ્હીને છોડીને માત્ર ચંદીગઢ અને જમ્મુ બેચમાં જ કામ થઇ રહયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢની હાલત તો બહુ ખરાબ છે.  જયારે મધ્યપ્રદેશ, છતીસગઢ માટેની જબલપુર બેચ એક વર્ષથી બંધ છે. અહીંયાના સૈનિકોને પોતાની ફરીયાદોના નિવારણ માટે લખનૌ જવુ પડે છે. જયારે એક ખબર મુજબ રાજસ્થાનમાં ૪પ૦૦ જેટલા મામલા પેન્ડીંગ છે. દિલ્હીની પુર્ણ પીઠમાં પણ ૪પ૦૦ મામલા પેન્ડીંગ પડયા છે. ર૦૧૬માં આ મુદ્દો સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સામે ઉઠાવાયો હતો જેનો ચુકાદો આવવાનો હજુ બાકી છે.

(3:59 pm IST)