Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉત્તર પ્રદેશને MBBSની ૧૪૦૦ બેઠકો મળશે

૧૪ જિલ્લામાં નવી મેડીકલ કોલેજ શરૂ થશેઃ જૂની સરકારી હોસ્પીટલને અપગ્રેડ કરાશે

લખનૌ તા. રર :.. ઉત્તર પ્રદેશને હવે વધારે તબીબો મળશે. ઉત્તર પ્રદેશમાં નવી ૧૪ મેડીકલ કોલેજ શરૂ થશે. અને ઉત્તર પ્રદેશને એમબીબીએસની ૧૪૦૦ બેઠકો મળશે.

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં બે વર્ષની અંદર એમબીબીએસ કોર્ષની ૧૪૦૦ બેઠકો વધારવા જઇ રહી છે.

આ બેઠકો ૧૪ જિલ્લામાં બનનાર મેડીકલ કોલેજોની હશે. ઉત્તર પ્રદેશના ડોકટર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આનંદ અને રાહત આ પગલાથી મળી છે.ઉત્તર પ્રદેશ સરકાર અમેઠી, મહોબા, ચિત્રકુટ-હમીરપુર, ગોંડા, બલરામપુર, પીલીભીત, લખીમપુર, બલીયા, સુલતાનપુર, કુશીનગર સહિત ૧૪ જિલ્લામાં મેડીકલ કોલેજ શરૂ થશે. આ બધી મેડીકલ કોલેજ કેન્દ્ર સરકારની યોજના મુજબ થશે. જિલ્લાની હોસ્પીટલ અપગ્રેડ કરાશે. નવી મેડીકલ કોલેજના  નિર્માણ માટે હજુ બે વર્ષનો સમય લાગશે.

(3:54 pm IST)