Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચંદ્ર મિશન યુવા વૈજ્ઞાનિકો અને બાળકોને પણ પ્રોત્સાહીત કરશેઃ ડો. અબ્દુલ કલામ

ચંદ્રયાન-૧ સમયે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિએ યાનને ચંદ્રની સપાટી ઉપર પણ ઉતારવા સલાહ આપેલ

નવી દિલ્હીઃ આજે ચંદ્રયાનનું અવકાશગમન થવાનું છે. ત્યારે ૧૬ વર્ષ પહેલા આ યોજના તેની નવજાત અવસ્થામાં હતી. ભારતના વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત ડો. અબ્દુલ કલામે ચંદ્રયાન-૨માં એક ખાસ રોબોટ મોકલવાની સલાહ આપી હતી. જેથી રોબોટ ચંદ્ર ઉપર પાણી ગોતી શકે.

ઉપરાંત કલામે મીટીંગમાં જણાવેલ કે ચંદ્ર મીશન ગ્રહોની ખોજની દિશામાં એક શરૂઆત છે. આ યુવા વૈજ્ઞાનિક અને બાળકોને પણ પ્રોત્સાહીત કરશે. તેમણે યાનને ચંદ્રની પરિક્રમાની સાથે ચંદ્ર ઉપર ઉતારવા પણ સલાહ આપેલ. જો કે આ બેઠક ચંદ્રયાન-૧ કે જે ભારતનું મુખ્ય ચંદ્ર મિશન હતુ તેના માટે હતી .

(3:26 pm IST)