Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઓ બાપ રે... ગુજરાતમાં ટીબી કરતાં એઇડસના વધુ દર્દી

'હેલ્થી સ્ટેટસ, પ્રોગેસીવ ઇન્ડીયા'નો ચોંકાવનારો રીપોર્ટઃ રાજયમાં ટીબીના ૮૨૬૬૨ દર્દી તો એઇડસના ૧,૨૦,૮૬૬: ગુજરાતમાં સૌથી વધુ એઇડસના દર્દી અમદાવાદમાં: થેલેસેમિયાના સૌથી વધુ દર્દીઓ રાજકોટ જિલ્લામાં

નવી દિલ્હી, તા.૨૨: ગુજરાતમાં HIV પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો ટીબીના દર્દીઓથી પણ વધી ગયો છે. રાજય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા ૮૨,૬૬૨ છે, જયારે એચઆઈવી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧,૨૦,૮૬૬ છે.

રાજયમાં ટીબી કરતા પણ એઈડ્સના દર્દીઓની વધારે સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટ 'હેલ્થિ સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા'માં જણાવ્યું હતું કે ગુજરાત ટીબીના સૌથી વધુ કેસો ધરાવતા રાજયોમાંથી એક છે. પ્રતિ એક લાખે ૨૨૪ લોકો ટીબીના દર્દીઓ છે. ગુજરાતથી વધારે ટીબીના દર્દીઓ માત્ર હિમાચલ પ્રદેશમાં પ્રતિ એક લાખે ૨૨૬ દર્દી છે.

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે ૨૨,૮૭૭ એઈડ્સના દર્દીઓ છે, આ પછીને ક્રમે ૨૦,૭૭૬ દર્દીઓ સાથે સુરતનો ક્રમ આવે છે. સરકારના આંકડા મુજબ મોરબીમાં સૌથી ઓછા ૭૨૯ એઈડ્સના દર્દીઓ છે. ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ સૌથી ઉપર છે. શહેરમાં ૧૨,૯૭૦ ટીબીના દર્દીઓ છે, આ પછીના ક્રમે ૯૧૦૬ કેસો સાથે સુરતનો નંબર આવે છે. જયારે ગુજરાતના ડાંગ જિલ્લામાં સૌથી ઓછા ૨૭૧ ટીબીના દર્દીઓ છે.

વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે પશ્નમાં ણ્ત્સ્, ટીબી અને થેલેસેમિયાના દર્દીઓના આંકડા માગ્યા હતા, જેના જવાબમાં રાજય સરકારે આ આંકડાઓ આપ્યા હતા. ધારાસભ્યએ આ સાથે જ રાજયમાં દર્દીઓની સારવારની સુવિધાઓ અને મેડિકલ સ્થિતિ વિશે પણ માહિતી માગી હતી.

રાજયમાં થેલેસેમિયાના સૌથી વધુ દર્દીઓ રાજકોટ (૫૬૬) જિલ્લામાં છે. આ પછીના ક્રમે જામનગરમાં ૩૦૦ દર્દીઓ છે. રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, અરાવલી, અમરેલી, તાપી, નર્મદા, મહિસાગર અને મોરબી જિલ્લામાં થેલેસેમિયાના એકપણ દર્દીઓ નથી.

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પોઝિટિવ પીપલના સેક્રેટરી દક્ષા પટેલે કહ્યું કે, ણ્ત્સ્દ્ગક્ન દર્દીઓના આ આંકડા સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ થયેલા અને ગુજરાત એઈડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી અપાયેલા છે. શકય છે કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ એઈડ્સના વધુ દર્દીઓ હોય.

(10:30 am IST)