Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મુંબઇના કોલાબાના અર્ચિત ચેમ્બરમાં લાગી આગ: અનેક લોકો ફસાયા છે : ૪ ફાયર ફાઇટરો ઘટના સ્થળે આગને બુઝાવવા પાણીનો મારો ચલાવી રહ્યા છે

મુંબઇ : મુંબઇમાં તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલની નજીક ચર્ચિલ તેમ્બરમાં આગ લાગી ગઇ છે. આગ ઓલવવા માટે ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. આગ લાગવાને કારણે વિસ્તારમાં ધુમાડો થઇ ગયો છે. ચર્ચિલ ચેમ્બરમાં કેટલાક લોકો ફશાયા હોવાની આશંકા છે. રેક્સ્યૂ ઓપરેશન ચાલુ છે.

આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ધુમાડો થઇ ગયો છે. ચર્ચિલ ચેમ્બરમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. રેક્સ્યૂ ઓપરેશન ચાલુ છે.

આ આગ કોલાબા સ્થિત ચર્ચિલ મેમ્બર બિલ્ડીંગના ત્રીજા માળે લાગી હતી. આ આગમાં અત્યર સુધી કોઇ નુકસાન થયા હોવાની માહિતી મળી નથી. જો કે ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની સંભાવના છે. ફાયર બ્રિગેડના કર્મચારી લોકોને બહાર નિકાળવાનો પ્રયત્ન કરી રહી છે. એ સીડીઓના સહારે ઉપર પહોંચીને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. મુંબઇના બિલ્ડીંગમાં આગ લાગવાની પહેલી ઘટના નથી.

ગત 18 જુલાઇએ મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં શાંતિવન બિલ્ડીંગમાં આગ લાગી ગઇ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડે કાબૂ મેળવી લીધી હતો. જણાવી દઇએ કે 29 ડિસેમ્બર 2017એ લોઅર પરેલના કમલા મિલ પરિસરમાં થયેલા અગ્નિકાંડ બાદથી શહેરના બિલ્ડીંગોમાં સુરક્ષા પર પ્રશ્નો થવા લાગ્યા હતા.

(12:00 am IST)