Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

૧૦ પૈકીની ૭ કંપનીની મૂડી ૫૩,૭૯૯ લાખ કરોડ વધી

આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધી : માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર હજુ અકબંધ : શેરબજારમાં માર્કેટ મૂડીને લઇ જોરદાર સ્પર્ધા

મુંબઈ, તા.૨૨ : ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળામાં સંયુક્તરીતે ૫૩૭૯૯.૭૮ કરોડ વધી ગઇ છે. ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબાર દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. ટીસીએસ, રિલાયન્સ, એચડીએફસી, આઈટીસી, એચડીેએફસી, ઇન્ફોસીસ અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે જ્યારે હિન્દુસ્તાન યુનિલીવર, મારુતિ સુઝુકી અને કોટક મહિન્દ્રામાં ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધીને ૭૧૫૧૦૬.૭૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. તેની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૦૧૬૨.૧૪ કરોડનો વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૧૧૦૧૦.૦૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૫૭૮૮૯૯.૨૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી વધીને ૨૯૪૪૯૬.૮૦ કરોડ થઇ છે. જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૫૬૨૮ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૭૬૪૧૬૪.૪૬ કરોડ થઇ છે. આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિાયન ક્રમશઃ ૪૦૪૧ કરોડ અને ૨૯૮૯.૭૪ કરોડનો વધારો થયો છે. એચડીએફસીએ તેની માર્કેટ મૂડીમાં ૧૩૯૫.૬૮ ઉમેરી લીધા છે. એચયુએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ઘટી છે. કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી ૧૩૬૦૯.૭૮ ઘટી છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૫૪૧૭૩.૧૬ કરોડ નોંધાઈ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ૧૪૩૬.૩૯ કરોડનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૨૮૩૫૫૫ કરોડ નોંધાઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન સેંસેક્સમાં ૪૫ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આની સાથે જ સેંસેક્સ ઘટીને ૩૬૪૯૬.૩૭ની સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સત્રમાં પણ જોરદાર સ્પર્ધા રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે જ્યારે આરઆઈએલ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. ટોપ ટેનમાં એસબીઆઈ, કોટક મહિન્દ્રા, મારુતિ, ઇન્ફોસીસ અને આઈટીસીની માર્કેટ મૂડી પણ છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

       મુંબઈ,તા. ૨૨ : છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે વધારો થઇ ગયો છે. આ ગાળામાં આરઆઈએલની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયોછે. સતત બીજા સપ્તાહમાં આરઆઈએલની મૂડી સૌથી વધુ વધી છે. કઈ ટોચની કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં વધી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૨૦૧૬૨.૧૪

૭૧૫૧૦૬.૭૦

એચડીએફસી બેંક

૧૧૦૧૦.૫

૫૭૮૮૯૯.૨૧

ઇન્ફોસીસ

૮૫૭૨.૭૨

૨૯૪૪૯૬.૮૦

ટીસીએસ

૫૬૨૮

૭૬૪૧૬૪.૪૬

આઈટીસી

૪૦૪૧

૩૩૪૧૨૯.૪૩

એસબીઆઈ

૨૯૮૯.૭૪

૨૩૨૮૮૭.૧૧

એચડીએફસી

૧૩૯૫.૬૮

૩૩૩૮૫૧.૩૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

       મુંબઈ,તા. ૨૨ : છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની૩ કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે જે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

એચયુએલ

૧૮૩૮૮.૫૭

૩૫૮૫૦૬.૬૫

કોટક મહિન્દ્રા

૧૩૬૦૯.૭૮

૨૫૪૧૭૩.૧૬

મારુતિ સુઝુકી

૧૪૩૬.૩૯

૨૮૩૫૫૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:17 pm IST)