Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રાહુલની ‘ઝપ્પી’ સામે સુબ્રમણ્યમ સ્વામીને વાંધો, PM મોદીને મેડિકલ તપાસ કરાવવાની સલાહ આપી

નવી દિલ્હી: વિપક્ષ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતી વખતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ગળે લગાવ્યા હતા. આ ઘટના પર વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ અંગે હવે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. સ્વામીએ PM મોદીને મેડિકલ તપાસ કરાવવાની સલાહ આપી છે. સ્વામીનું કહેવું છે કે, આ રીતે તો ઝેર પણ આપી શકાય છે.

ટ્વિટ કરીને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને બુદ્ધુ પણ કહ્યા. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટમાં લખ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ બુદ્ધુને ગળે મળવાની પરવાનગી નહોતી આપવા જેવી. ઉત્તર કોરિયા અને રશિયામાં આ રીતે ઝેરીલી સોય ભોંકવામાં આવે છે. PM મોદીએ તરત જ મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ. જેથી ખબર પડે કે સુનંદા પુષ્કરની જેમ ક્યાંય તેમના શરીરમાં પણ માઈક્રોસ્કોપિક પંચર તો નથી કરવામાં આવ્યું ને.

મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ PM મોદીને ગળે લગાવ્યા તેને કેટલાક લોકો અને નેતાઓએ રાહુલ ગાંધીનું સારું પગલું ગણાવ્યું. તો કેટલાક લોકોએ રાહુલ ગાંધીની ટીકા પણ કરી છે. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સદનમાં PM મોજીને ગળે મળવું અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલની આંખ મારવાની ચેષ્ટાને સંસદીય મર્યાદાની વિરુદ્ધ ગણાવ્યું હતું. સ્પીકરે કહ્યું, કે રાહુલે પ્રધાનમંત્રી પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈતું હતું.

(1:03 pm IST)