Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

નવાઝ શરીફના જેલમાં ગયા બાદ ISIની કાર્ય રીતિ શંકાસ્‍પદ : પાકિસ્‍તાન હાઇકોર્ટના જ્જનો જ સનસનાટી ખેજ આક્ષેપ

પાકિસ્તાનની એક હાઇકોર્ટના જજે શનિવારના રોજ દેશની તાકતવર ગુપ્ત એજન્સી ISI પર આરોપ મૂકતા કહ્યું કે તેઓ ચીફ જસ્ટિસ અને અન્ય જજો પર એવા નિર્ણય સંભળવાને લઇ દબાઇ બનાવી રહ્યા છે કે જેનાથી એજન્સીને ફાયદો થાય. તેમાં અયોગ્ય કરાર ગણાવતા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો મામલો પણ સામેલ છે. ISI નથી ઇચ્છતું કે 25મી જુલાઇના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલાં નવાઝ શરીફ જેલમાંથી બહાર આવે.

રાવલપિંડી બાર એસોસીએશનમાં પોતાના સંબોધન દરમ્યાન ઇસ્લામાબાદ હાઇકોર્ટના જજ શૌકત સિદ્દીકીએ ન્યાયપાલિકા અને મીડિયાને નિયંત્રિત કરવાની કોશિષને લઇ ખુલ્લેઆમ ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI) પર પ્રહારો કર્યા.

તેમણે કહ્યું કે આજે ન્યાયપાલિકા અને મીડિયા બંદૂકવાળા (સેના)ના નિયંત્રણમાં આવી ગયા છે. ન્યાયપાલિકા સ્વતંત્ર નથી. એટલે સુધી કે મીડિયાને પણ સેના પાસેથી નિર્દેશ મળી રહ્યો છે. મીડિયા સાચું બોલી રહ્યું નથી કારણ કે તેઓ દબાણમાં છે અને પોતાના હિતમાં છે. તેમણે કહ્યું કે અલગ-અલગ બાબતોમાં આઇએસઆઇ ઇચ્છા પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરવા માટે પોતાની પસંદગીની બેન્ચ કરાવે છે.

જસ્ટિસ શૌકત સિદ્દીકીએ કહ્યું કે આઇએસઆઇ એ ચીફ જસ્ટિસ પાસે એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ 25મી જુલાઇના રોજ થનાર ચૂંટણી પહેલાં જેલમાંથી બહાર ના આવે. એટલું જ નહીં એ પણ કહ્યું છે કે અવેનફીલ્ડ કેસમાં નવાઝ શરીફ અને તેમની દકીરીની અપીલ પર સુનવણી કરી રહેલ બેન્ચમાં મને સામેલ કરાયો નહીં. મુખ્ય ન્યાયાધીશે આઇએસઆઇને કહ્યું કે તેઓ તેમની પસંદની બેન્ચ બનાવશે.

બેન્ચે શરીફ પરિવારના સભ્યોની અપીલ પર સુનવણી ચૂંટણી બાદ કરવાનું નક્કી કર્યું. શરીફ અને મરિયમ બંને અવેનફીલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં રાવલપિંડી સ્થિત અદિયાલા જેલમાં ક્રમશ: 10 વર્ષ અને 7 વર્ષની સજા કાપી રહ્યા છે. બંને ને 13 જુલાઇના રોજ લંડનથી પાકિસ્તાન પહોંચવા પર ધરપકડ કરી લેવાઇ હતી. બંનેને એક જવાબદેહી કોર્ટે બ્રિટનની રાજધાની લંડનમાં પરિવારના 4 ફેલટોના ભાગીદારને લઇ દોષિત ગણાવ્યા હતા.

(12:26 pm IST)