Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓ મુદ્દે નીતિશકુમાર સરકાર પર તેજસ્વી યાદવના પ્રહાર

પટણા :  આર.જેડી. નેતા તેજસ્વી યાદવે નીતિશકુમાર સરકાર પર મહિલાઓ વિરૂદ્ધ આચરવામાં આવતા ગુનાઓ અંગે આકરા પ્રહાર કર્યા છે અને આરોપ મુકયો છે કે તેઓ મહિલાઓ વિરૂદ્ધ આચરવામાં આવતા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

ચોમાસુ સત્રના પહેલા દિવસે રાજય વિધાનસભાની બહાર તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા મુઝફરરપુર જિલ્લામાં એક આશ્રમ ગૃહમાં ર૯ બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ તબીબી પરિક્ષણોના રિપોર્ટમાં પુષ્ટિ કરવાની બાબત અંગે ચિંતા વ્યકત કરતા તેમાં સંડોવાયેલા આરોપીઓની વિરૂદ્ધ કકડ કાર્યવાહી કરવાની માંગણી કરી. રાજય વિધાનસમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું કે ગૃહ વિભાગ મુખ્યમંત્રી નીતિકુમાર નેજા હેઠળ આવતુ હોવા છતાં આવી ઘટનાઓને રોકી શકાતી નથી.

(12:17 pm IST)