Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પર ટિપ્પણી કરનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેના જામીન મંજુર : ફેસબુક પોસ્ટમાં, પવારની માંદગી, દેખાવ, અવાજ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી : થાણે કોર્ટે જામીન આપ્યા : 18 મેથી ન્યાયિક કસ્ટડીમાં હોવાથી જામીન અરજી કરી હતી

મુંબઈ : મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેને રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને લક્ષ્યમાં રાખીને તેના Facebook એકાઉન્ટ પર અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવા બદલ તેણીની સામે નોંધાયેલા કેસમાં આજ બુધવારે થાણે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.ચિતલેની એ આધાર પર ધરપકડ કરવામાં આવી હતી કે તેણીએ, તેણીની ફેસબુક પોસ્ટમાં, પવારની માંદગી, દેખાવ, અવાજ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમને ભ્રષ્ટ પણ કહ્યા હતા.

મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને બુધવારે રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને લક્ષ્યમાં રાખીને તેના Facebook એકાઉન્ટ પર અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવા બદલ તેણીની સામે નોંધાયેલા કેસમાં બુધવારે થાણે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
તે 18 મેથી ન્યાયિક કસ્ટડીમાં છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)