Gujarati News

Gujarati News

સર્વેશ્વર ચોકમાં વી.જે. સન્સમાંથી ૪૬ લાખના પટોળાની ચોરી: મોટે ભાગે દૂકાન બંધ હોય છેઃ શનિવારે હરિયાણા-રાજસ્થાનથી પટોળા આવતાં થેલા મુકવા ખોલી હતીઃ દૂકાનની અંદરના સીસીટીવી કેમેરામાં રેકોડિંગ બંધ : વિરાણી હાઈસ્કૂલ પાછળ રામકૃષ્ણનગર-૩માં રહેતાં વિપુલભાઇ વાઢેરની ફરિયાદ નોîધવા ઍ-ડિવીઝન પોલીસની તજવીજઃ તસ્કરોનું પગેરૂ શોધવા ક્રાઇમ બ્રાંચ, ઍસઓજીની ટીમોની પણ દોડધામઃ જાણભેદૂની સંડોવણીની શંકા : સવારે પાંચ વાગ્યે કાચ ફૂટવાનો અવાજ આવતાં ચોકીદાર દોડી આવ્યોઃ સફેદ રંગની ઇકોમાં તસ્કરો ભાગ્યાઃ નંબર પ્લેટ પર સફેદ ચૂંદડી બાંધેલી હતી! : દૂકાનમાં લાખોનો માલ હોવાની કોને કોને જાણ હતી?: બીજી કોઇ દૂકાન નિશાન ન બની, ચોર સીધા પટોળાની દૂકાનમાં જ ત્રાટક્યાઃ જાણભેદૂ હોવાની દ્રઢ શંકા : અગાઉ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલા ૪૫ હજારના પટોળા ચોરી ગઇ હતી : કર્મચારીઓ પાસેથી વિગતો મેળવવા ક્રાઇમ બ્રાંચે તજવીજ આદરી access_time 3:18 pm IST

રાષ્‍ટ્રપતિના ભવ્‍ય ભોજન સમારંભ અને આલિશાન બેન્‍કવેટ હોલની ઝાંખી: અતિ ભવ્‍ય અને જાજરમાન આલીશાન બેન્‍કવેટ હોલ છે : જે ૧૦૪ ફુટ લાંબો અને ૩૬ ફુટ પહોળો છે જેમાં એકી સાથે ૧૦૪મહેમાનો આરામથી ભોજન લઇ શકે તેવી ઉતમ વ્‍યવસ્‍થા છે : ભોજન તૈયાર થયા બાદ મુખ્‍ય બાર્વચી અને રાષ્‍ટ્રપતિ ભવનના ઉચ્‍ચ સુરક્ષા અધિકારી ચાખી ટેસ્‍ટ કરવા ફરજીયાત છે : ભોજન પીરસવા સમયે લેશ માત્ર અવાજ ન થાય તે માટે વિવિધ રંગીન લાઇટ પીરસણીયા સ્‍ટાફને ગાઇડ કરે છે : દેશ-વિદેશના મોંઘેરા મહેમાનો માટે વિવિધ ભોજન બનાવવા માટે ભવનના સેલરમા વિશાળ સાત વર્ગીકૃત કરેલ વિશાળ રસોયગૃહ છે : વાદીષ્‍ટ અવનવી વેજ-નોન વેજ ડીશ બનાવવા માટે હેડ કુક સહિત અંદાજે બીજા ત્રીસ સહાયક કુકની ફોજ ટીમ રસોય ઘરમા ફરજ બજાવે છે : ોજન માટે વાપરવામાં આવતા વિવિધ મસાલા તેલ, ઘી, બટર અન્‍ય સામગ્રીની ખરીદી માત્ર એગ્રીકલ્‍ચર કો-ઓપ. માર્કેટીંગ ફેડરેશનમાંથીજ કરવામાં આવે છે. આ તમામ વસ્‍તુની લેબોરેટરી ટેસ્‍ટ ફરજીયાત છે : માંસાહારી ભોજન માટે મટન, ચીકન, ફીસ, દિલ્‍હી કોર્પોરેશનના માન્‍ય વિક્રેતા પાસેથી જ ખરીદી તેની ગુણવતાની લેબોરેટરીમાં પરખ કરવામા આવે છે : ોજન માટેના તમામ શાકભાજી ફળો રાષ્‍ટ્રપતિ ભવનના વિશાળ કિચન ગાર્ડનમાં ઉગાડેલ પૂર્ણ ઓર્ગેનીક વાપરવામાં આવે છે : ભોજનગૃહમા અતિ કિંમતી કાચની પ્‍લેટો કચોરા (બાઅુલ) ચમચી, છરી, કાંટા ગ્‍લાસ જે સોના ચાંદીની ગ્‍લેટથી મઢેલા છે અને તેના ઉપર દેશની રાજમુદ્રા અને રાષ્‍ટ્રપતિ ભવન એમ્‍બોઝ લખાણ છે access_time 4:19 pm IST