Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

‘‘ભાભીજી ઘર પર હૈ''ના વિભૂતિ નારાયણે બનાવ્‍યો નવો વર્લ્‍ડ રેકોર્ડ : ટીવી સિરીયલમાં 300થી વધુ કેરેક્‍ટર નિભાવવા બદલ તેમનુ નામ વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ

30 વર્ષ કરતા વધુ સમયથી એક્‍ટિંગ કરી રહેલ આસિફ શેખની દર્શકોએ પ્રશંસા કરી : તમામ માહિતી એક્‍ટરે ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્‍ટ પર શેર કરી

મુંબઇઃ ફિલ્‍મોમાં કામ કર્યા બાદ ટીવી સિરીયલમાં જંપલાવનાર અને છેલ્‍લા 30 વર્ષ કરતા વધુ સમયથી એક્‍ટિંગ કરતા આસિફ શેખે વર્લ્‍ડ બુક ઓફ રોકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્‍યુ છે. તેઓ છેલ્‍લા 7 વર્ષથી ‘ભાભીજી ઘર પર હૈ' સીરિયલમાં વિભૂતિ નારાયણ મિશ્રાનો રોલ ભજવી રહ્‍યા છે. અને આ જ સિરીયલમાં તેઓએ 300 થી વધુ કેરેક્‍ટર નિભાવ્‍યા છે. જે બદલ તેઓનું નામ વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયુ છે.

આસિફ શેખ છેલ્લા 7 વર્ષથી ભાભીજી ઘર પર હે શોમાં વિભૂતિ નારાયણ મિશ્રા નું કેરેક્ટર ભજવી રહ્યા છે અને વિભૂતિ નારાયણ મિશ્રાના કેરેક્ટરને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. જ્યારે આ શોમાં આસિફ શેખે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આસિફ શેખ છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. ટીવી સિરિયલથી લઈને અનેક ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ.  હાલમાં આસિફ શેખ  ટીવી સિરીયલ  ભાભીજી ઘર પર હૈ માં વિભૂતિ નારાયણ મિશ્રા નું કેરેક્ટર ભજવે છે. આ કેરેક્ટરને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણી રહ્યા છે. ટીવી શો કરતા સમયે આસિફ શેખે પોતાના નામ પર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ

જો તમે ભાભીજી ઘર પર હૈ સિરીયલ જોવો છો. તો તમને ખબર હશે કે આસિફ શેખ એક શાનદાર કલાકાર છે. તેઓ એક એવું કેરેક્ટર ભજવે છે કે જેમાં તે કોઈ પણ કામ નથી કરતા અને આખો દિવસ માત્ર નવરા બેસી રહેવાનું કામ કરે છે. આ ટીવી સિરીયલમાં  આસિફ શેખે 300થી વધુ કેરેક્ટર નિભાવ્યા છે. અને જેના કારણે તેમનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયું છે. આ જાણકારી આસિફે સોશિયલ મીડિયા પર શૅર કરીને આપી.

આસિફને શોમાં મળે છે સૌથી વધારે ફી

ભાભીજી ઘર પર હૈ સિરીયલને 7 વર્ષ પૂર્ણ થયા છે. આ સાત વર્ષમાં ઘણાં કલાકારો શોને છોડી ચૂક્યા છે. પણ આશિફ શેખ આજે પણ શો સાથે જોડાયેલા છે. અને આ શોના તેઓ સિનીયર અને અનુભવી કલાકાર છે. હાલમાં આશિફ શેખ એક એપિસોડના 70 હજાર રૂપિયા લે છે. અને ત્યાર બાદ મનમોહન તિવારીનું કેરેક્ટર નિભાવતા રોહિતાશ ગૌડને એક એપિસોડના 50 હજાર રૂપિયા મળે છે.

(5:32 pm IST)