Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સંત સમાજે ભારતમાં આવા પીએમની ઇચ્‍છા કરી હતી

હિન્‍દુ આધ્‍યાત્‍મિક ગુરુ સ્‍વામી અવધેશાનંદ : હાલની સરકાર તરફથી મુસ્‍લિમોને પણ સન્‍માન, સ્‍વાભિમાન અને જીવવાનો અધિકાર મળ્‍યો છે

વોશિંગ્‍ટન,તા. ૨૨: ભારતીય આધ્‍યાત્‍મિક ગુરુ સ્‍વામી અવધેશાનંદ ન્‍યૂયોર્કના ટાઈમ્‍સ સ્‍ક્‍વેર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે યુએસ પહોંચ્‍યા છે. તેમણે કહ્યું કે, મને હવે મારી પસંદગીનો વડાપ્રધાન મળ્‍યો છે. આજે દેશમાં એવી સરકાર છે, જેની મેં કલ્‍પના કરી હતી.

હિંદુ આધ્‍યાત્‍મિક ગુરુ સ્‍વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે ભારતમાં આજે એક વડાપ્રધાન અને એવી સરકાર છે, જેની દેશના સંત સમુદાય લાંબા સમયથી ઈચ્‍છા રાખતો હતો. હવે દેશે સમાન નાગરિક સંહિતા, શિક્ષણનો અધિકાર અને મતદાનને ફરજિયાત બનાવવા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ, એમ તેમણે જણાવ્‍યું હતું. 

હરિદ્વારના જુના અખાડાના વડા સ્‍વામી અવધેશાનંદ ગિરીએ જણાવ્‍યું હતું કે, ‘૨૧મી સદીમાં, ખાસ કરીને કોવિડ-૧૯થી, હિંદુ સંસ્‍કૃતિ ધર્માંતરણ કે અન્‍ય આવી પ્રવૃત્તિઓ દ્વારા નહીં, પરંતુ આયુર્વેદ, યોગ અને શાકાહાર અને ‘'શાકાહારી જેવી ખાદ્ય આદતો દ્વારા થઈ છે. કારણ કે તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે.

ભારતીય આધ્‍યાત્‍મિક નેતા ન્‍યુ યોર્કના ટાઈમ્‍સ સ્‍ક્‍વેર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું નેતૃત્‍વ કરવા યુએસ પહોંચ્‍યા છે. તેમણે કહ્યું કે, મને હવે મારી પસંદગીનો વડાપ્રધાન મળ્‍યો છે. આજે દેશમાં એવી સરકાર છે, જેની મેં કલ્‍પના કરી હતી.

સ્‍વામી અવધેશાનંદ ગિરીએ અન્‍ય માળખાકીય સુવિધાઓ સાથે દેશમાં રેકોર્ડ સ્‍તરે રોડ બાંધકામના કામો તેમજ મહિલાઓ અને લઘુમતીઓની સ્‍થિતિ સુધારવા માટે લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે, ભારત હવે પીએમ મોદીના શાસનમાં પરિવર્તનશીલ વિકાસમાંથી પસાર થઈ રહ્યું છે. હાલની સરકાર તરફથી મુસ્‍લિમોને પણ સન્‍માન, સ્‍વાભિમાન અને જીવવાનો અધિકાર મળ્‍યો છે.

(10:53 am IST)