Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ઇજિપ્તએ મેડિકલ સુવિધાઓથી જ્જ વિમાન અમેરિકા મોકલ્યું

આ અગાઉ ચીન અને ઇટાલીને પણ મદદ કરી હતી

વોશિંગ્ટન: ઇજિપ્તએ કોરોના રોગચાળા સામે લડવામાં મદદ માટે મેડિકલ સુવિધાઓથી સજ્જ વિમાન અમેરિકા મોકલ્યું છે. ઇજિપ્તના આ પગલાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે, કારણ યુએસ પાસેથી સહાય મેળવનારા દેશોમાં ટોચનું સ્થાન છે. હાલ અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા દિવસો જતા વધી રહી છે. અહીં આ ચેપને કારણે મૃત્યુ આંક 44,૦૦૦ ને વટાવી ગયો છે. જ્યારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 8 લાખ 24 હજારથી વધુ છે.

અમેરિકાએ વર્ષ 2018માં ઈજીપ્તને મિલિટ્રી સહાયના સ્વરૂપે 1.2 બિલિયન ડોલર (લગભગ 9200 કરોડ રૂપિયા)ની રકમ પણ આપી હતી. ઇજિપ્તના રાષ્ટ્રપતિના લશ્કરી જનરલ અબ્દેલ ફતાહ અલ-સિસી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે ઉત્સુક છે. ઇજિપ્ત પહેલાથી જ ચાઇના અને ઇટાલીને પણ તબીબી પુરવઠો મોકલી ચૂક્યો છે.

ઇજિપ્તની રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક વીડિયોમાં, તબીબી પુરવઠો લશ્કરી પરિવહન વિમાનમાં ભરી દેવામાં આવી રહ્યો છે. તેની સાથે અંગ્રેજી અને અરબીનો સંદેશ છે, "ઇજિપ્તના નાગરિકો વતી અમેરિકન લોકોને મદદ."

વીડિયોમાં મિલિટ્રી કાર્ગો પ્લેનમાં મેડિકલ સપ્લાઈ લોડ કરતાં પણ દેખાઈ રહ્યાં છે. અમેરિકાના નેતા ડચ રૂપર્સબર્ગરે જાણકારી આપી હતી કે ઈજીપ્તથી એક પ્લેન વોશિંગ્ટન મોકલવામાં આવ્યું છે. જ્યાં તેણે એન્ડ્રૂ એર ફોર્સ સ્ટેશન પર લેન્ડ કર્યું છે. વિમાનમાં 2 લાખ માસ્ક, 48 હજાર શૂ કવર, 20 હજાર સર્જિકલ કેપ્સ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ડચ રૂપર્સબર્ગરે આ અંગે ટ્વીટ આ માટે જ ઈજીપ્ત જેવા દેશોની સાથે આંતરાષ્ટ્રીય ડિપ્લોમસી અને સંબંધો રાખવા જરૂરી છે. માત્ર સંકટ સમયે જ નહીં પણ દરેક વખતે જરૂરી છે.

(12:39 am IST)